fbpx

પાટણની શ્રી કુમારપાળ સોસાયટીમાં વર્ષો પૂર્વે બનાવેલા જમીની પાણીના ટાંકા મા બાળક પટકાતા ઇજાગ્રસ્ત બન્યો..

Date:

સોસાયટીના મહિલા રહીશ દ્વારા સોસાયટીના પ્રમુખ સહિત પાલિકા પ્રમુખને આવા બિન ઉપયોગી ટાકા ઓનુ પુરાણ કરી બંધ કરવા માંગ કરાય..

પાટણ તા. 12
પાટણ શહેરના માર્કેટ યાર્ડની સામે આવેલ શ્રી કુમારપાળ સોસાયટી મા વર્ષો પૂર્વે સોસાયટીઓ ના ખુલ્લા પ્લોટ માં બનાવા યેલા પાણી સંગ્રહ માટે ના જમીની ટાંકાઓ બિન ઉપયોગી બને જર્જરિત હાલત માં પડવા ના વાંકે ઉભા છે.તો ક્યારેક ક્યારેક આ જર્જરીત બનેલા ટાંકાઓમાં અબોલ જીવો પડવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે.

જર્જરીત બનેલા ટાકા ઉપર રમી રહેલા ત્રણ બાળકો પૈકી એક બાળક ટાંકામાં પડતા તેને મોઢા ના ભાગે ઇજાઓ થવા પામી હતી જ્યારે અન્ય બે બાળકો નો આબાદ બચાવ થવા પામ્યો હતો.ઇજાગ્રત બનેલા બાળકને પરિવારજનો દ્વારા બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. શહેરની શ્રી કુમારપાળ સોસાયટીમાં ખુલ્લા પડેલા પ્લોટોમાં વર્ષો પૂર્વે બનાવાયેલ પાણી સંગ્રહ માટેના બિન ઉપયોગી બનેલા અને જર્જરીત બનેલા ભોયરા ટાઈપના પાણીના ટાંકા તાત્કાલિક ધોરણે પુરાણ કરી બંધ કરવામાં આવે તેવી માંગ સોસાયટીના રહીશોમાં ઉઠવા પામી છે.

તો આ બાબતે અગાઉ પણ આવી ઘટના સર્જાઈ હોય જેને લઈને સોસાયટી ના રહીશ મીનાક્ષીબેન દ્વારા સોસાયટીના પ્રમુખ શાહ વિક્રમભાઈ તેમજ પાલિકા પ્રમુખને જાણ કરાય હોય છતાં આજ દિન સુધી ઉપરોક્ત જર્જરીત બનેલા ટાંકાઓના પુરાણ કરવામાં નહીં આવતા આવા અકસ્માતો ની ઘટના સર્જાતી હોય સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની ક્રિષ્ના હોસ્પિટલ ના તબીબી ભાઈ-બહેન ની આરોગ્ય સેવાને બિરદાવી આરોગ્ય મંત્રીએ સન્માનિત કર્યા..

પાટણની #ક્રિષ્ના હોસ્પિટલ ના તબીબી ભાઈ-બહેન ની આરોગ્ય સેવાને બિરદાવી આરોગ્ય મંત્રીએ સન્માનિત કર્યા.. ~ #369News

પાટણ જી.પં.નવી ટીમે વડાપ્રધાન ને અભિનંદન સાથે ચંદ્રયાન-૩ મિશનની સફળતા અંગે ઠરાવ પસાર કર્યો..

ઠરાવ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોરને સુપ્રત કરાયો.. પાટણ તા....