fbpx

75 માં પ્રજાસત્તાક પર્વે પ્રજાપતિ સમાજને ગૌરવ અપાવતી ધાર્મિ ઓઝા..

Date:

પાટણ તા. 26
75 માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સિધ્ધપુર મુકામે આરોગ્ય મંત્રી ની ઉપસ્થિત વચ્ચે કરવામાં આવી હતી.75 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલના વરદ હસ્તે પ્રજાપતિ સમાજને ગૌરવ અપાવતી પાટણની ઓઝા ધાર્મી પિયુષકુમાર ને કલા ઉત્સવ 2023 માં ગાયન વિભાગમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરવા બદલ સન્માનિત કરવામાં આવી હતી.પાટણ શહેર ની બી.એમ.સ્કૂલમાં ધોરણ 9 મા અભ્યાસ કરતી ધાર્મિ ઓઝા એ જી.સી.ઈ.આર.ટી આધારિત કલા ઉત્સવ 2023 સ્પર્ધા જે અમરેલી ખાતે યોજાઈ હતી તેમાં ભાગ લીધો હતો અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ગાયન વિભાગમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે તેણીને પ્રમાણપત્ર એનાયત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

ધાર્મી ઓઝા ની આ સિધ્ધી પાછળ તેમના સંગીત શિક્ષક પિતા ઓઝા પિયુષ કુમાર ધીરજલાલ નો મહત્વનો ફાળો હોવાનું તેણીએ જણાવ્યું હતું.આશરે ત્રણ વર્ષ ની નાની ઉંમરથી જ પોતાના પિતા પાસે સંગીત ગાયનની તાલીમ લઈ રહેલી ધાર્મિ ઓઝા રાજ્યમાં ચાર વખત અને પ્રદેશમાં ચાર વખત પ્રથમ નંબર પ્રાપ્ત કરી પોતાના માતા-પિતા પોતાના કુટુંબ સહિત પાટણ જિલ્લો અને સમગ્ર પ્રજાપતિ સમાજનું નામ રોશન કર્યું છે… વેલ ડન ધાર્મિ ઓઝા વેલ ડન…

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે બોર્ડ ઓફ મેનેજમેન્ટની પ્રથમ બેઠક મળી…

રાજય સરકાર દ્વારા તૈયાર કરાયેલ મોડેલ સ્ટેચ્યુટને મંજૂરી આપવામાં...

અઘાર ખાતે પ્રધાનમંત્રી ની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં લખપતિ કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમમાં ઉપસ્થિત અને વિશેષ સિદ્ધિ હાંસલ કરનાર બહેનોને પ્રમાણપત્ર...