fbpx

પાટણના મુખાતવાડા વિસ્તારમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતી…

Date:

પાલિકા તંત્ર દ્વારા રમજાન માસ અને ચૈત્ર માસના પવિત્ર દિવસો ને ધ્યાનમાં રાખીને આ દૂષિત પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવે તેવી માંગ..

પાટણ તા. 15
પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા અપાતું પીવાનું પાણી દૂષિત અને દુર્ગંધ વાળુ આવતું હોવાની શહેરીજનો મા બુમરાણ ઉઠવા પામી છે. ત્યારે શનિવારના રોજ પાટણ શહેરના મુખાતવાડા વિસ્તારમાં પણ પીવાના પાણી દૂષિત અને દુર્ગંધવાળું આવતા રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

એક તરફ પવિત્ર રમજાન માસ તને પવિત્ર ચૈત્ર માસ ચાલી રહ્યો હોય વિસ્તારના લોકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી રહી છે ત્યારે લોકોમાં દૂષિત પાણીને લઈને રોગચાળો ફેલાવવાની પણ ભીતી સેવાઈ રહી છે. ત્યારે આ પવિત્ર મહિનાને ધ્યાનમાં રાખીને પાટણ નગર પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ દુષિત પાણીની સમસ્યા નું નિરાકરણ લાવે તેવી માંગ રહીશોમાં પ્રબળ બનવા પામી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ભક્તોએ રામદેવપીર મંદિરે નોમ ના નેજા ચઢાવી ધન્યતા અનુભવી..

પાટણ તા. ૧૨પાટણ શહેર સહિત જિલ્લાના રામદેવપીર મંદિરે ભક્તો...