fbpx

પાટણમાં બહુચર્ચિત દિક્ષિતા મોદી આત્મ હત્યા કેસમાં સંડોવા યેલા આરોપી ના જામીન રદ કરતી પાટણ કોર્ટ..

Date:

પાટણ તા. 15
પાટણ શહેરમાં બહુચર્ચિત બનેલા દિક્ષિતા મોદી આત્મહત્યા ના બનાવમા સંડોવાયેલ આરોપી મહેશ રમેશભાઈ ઠક્કર પાટણ સબ જેલમાં સજા કાપી રહ્યા છે ત્યારે તેને પોતાના વકીલ કે. ડી. મહાજન મારફત રેગ્યુલર જામીન મેળવવા ની પાટણ ના મે.બીજા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજની કોર્ટ સમક્ષ કિ.પર.અ.નં.૨૨૧/૨૦૨૩ આંક ૦૮ ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ-૪૩૯ અન્વયે જામીન અરજી કરી હતી.

જે જામીન અરજી બાબતે જજ દ્વારા આરોપીને જામીન મુકત કરવાથી તપાસને વિપરીત અસર થાય તે હકીકત નકારી શકાય તેમ નથી તેમજ અરજદાર/આરોપી વિરૂધ્ધ નોંધાયેલ ગુનો સમાજ વિરૂધ્ધનો અને સમાજ ઉપર ગંભીર છાપ પાડે તેવો ગંભીર પ્રકારનો ગુનો હોય ફરીયાદ હકીકત, ત.ક.અમલદારનુ સોગંદનામુ, વિ.એ.પી.પી.
ની દલીલો ધ્યાને લેતા તેમજ ગુનાની ગંભીરતા અને સજાની જોગવાઈ ધ્યાને લેતા, હાલની જામીન અરજી આ તબકકે મંજુર કરવા પાત્ર જણાતી ન હોઈ, ન્યાયના હિતમાં આ કામના અરજદાર આરોપી ઠકકર મહેશભાઈ રમેશભાઈ, રહે.રળીયાતનગર, આદર્શ ચોકડીની બાજુમાં, ભાડાના મકાનમાં, તા.જી.પાટણ તથા મુળ રહે.સોઢવ, તા.હારીજ, જી.પાટણવાળાની પાટણ સીટી ‘એ’ ડીવીઝન પો.સ્ટેગુનાર જી.નં. ૧૧૨૧૭૦૧૯૨૩ ૦૦૯૧/૨૦૨૩, ઈ.પી.કો. કલમ-૩૦૬, ૪૨૦, ૫૦૬(૨) મુજબના ગુનાના કામની કિ.પ્રો.કોડની કલમ-૪૩૯ અન્વયેની રેગ્યુલર જામીન ઉપર મુકત થવા સંબંધેની અરજી નામંજુર યાને રદ કરવા હુકમ પ્રકાશચંદ્ર ઈશ્વરભાઈ પ્રજાપતિ બીજા એડીશનલ સેશન્સ જજ દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

અધાર ગામે માતાજીની રમેલ અને આનંદ ગરબા મહોત્સવ ઉજવાયો..

મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી રમેલ અને આનંદ ગરબા...

પાટણ શહેર ના બામચા વાસ માં જર્જરીત બનેલી મકાનની દિવાલ ધરાસાઈ થતા એક મહિલા નું મોત…

પાટણ શહેર ના બામચા વાસ માં જર્જરીત બનેલી મકાનની દિવાલ ધરાસાઈ થતા એક મહિલા નું મોત… ~ #369News

પ્રચાર માધ્યમો અને સોશિયલ મીડિયા ઉપર ભાજપના લોકો દ્વારા કોંગ્રેસના કરાઈ રહેલ અપ્રચાર નું ખંડન કરતા જગદીશ ઠાકોર…

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાતની જનતા,કોંગ્રેસના...

પાટણ લોકસભા વિસ્તારના કુલ 22819 દિવ્યાંગ અને 80 થી વધુ વર્ષની ઉંમરના મતદારો બેલેટ પેપરથી મતદાન કરી શકશે…

પાટણ વહીવટી તંત્ર દ્વારા આઈન્ડેન્ટીફીકેશનની કામગીરી કરાશે… જે વ્યક્તિઓને ખરેખર...