પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી..
એફ એસ એલ રિપોર્ટ આવ્યે આગળની કાર્યવાહી હાથ ધરાશે.
પાટણ તા. 3
સિદ્ધપુર શહેરમાં રહેતી 40 વર્ષીય મહિલાએ ગુરૂવારે સાંજે કોઈ અગમ્ય કારણોસર ઘરમાં પંખાથી લટકીને ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.બનાવની મળતી માહિતી મુજબ સિદ્ધપુરમાં દેથળી રોડ પર આવેલ નંદનવન સોસાયટી ખાતે રહેતી સુલોચના બેન રાવલે ગુરૂવારે સાંજે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખા સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હોવાની ધટના ને પગલે નંદનવન સોસાયટીમાં ચકચાર મચી જવા પામી હતી.
આપઘાત કરનાર મહિલા નો પતિ ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે અને બે બાળકો પણ છે.પાડોશી દ્વારા યુવતીના પરિવારજ નોને જાણ કરતા પરિવારજનો સિદ્ધપુર દોડી આવ્યા હતા અને તેમણે પોતાની દિકરીને મૃત હાલતમાં જોતા આક્રદ કરી ઉઠતા ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટનાની જાણ સિધ્ધપુર પોલીસને કરાતા પોલીસ અધિકારી લિમ્બાચીયાએ તપાસ ના ચક્રોગતિમાન કરી જણાવ્યું હતું કે મૃતકે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોય જે અંગે FSL અધિકારીને પણ તપાસ અર્થે બોલાવ્યા છે. હાલ મા તો અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે એફ એસ એલ ના રિપોર્ટ બાદ હત્યા જેવા કોઈ પુરાવા બહાર આવશેતો આગળ ની કાયૅવાહી હાથ ધરવામાં આવશે હાલ 306 કલમ હેઠળ તપાસ સિધ્ધપુર પી.આઇ જે.બી આચાર્ય દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું.
મૃતક મહિલાના પરિવારજનોએ પોતાની દિકરીને દહેજના નામે તેનો પતિ શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાનું જણાવી અને તેથી જ પોતાની દીકરી એ આ આત્મહત્યા કરી હોય એવી શંકા દર્શાવી હતી.સિધ્ધપુર શહેરની નંદનવન સોસાયટીમાં મહિલા ની આત્મ હત્યા ની ધટના હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે ત્યારે પોલીસ દ્રારા આ બનાવને લઈને ઝીણવટભરી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.