શિક્ષક દેશનો ભાવી કર્ણધાર, જીવનને સુગઠીત અને ચારિત્ર્ય નિર્માણ કરનાર છે : કા. કુલપતિ દેસાઇ…
બ્રહ્માકુમારીઝ સંસ્થા અને હેમ.ઉ.ગુ.યુનિ.તેમજ સેન્ટ્રલ યુનિ. મહેન્દ્રગઢ હરીયાણા વચ્ચે મુલ્યનિષ્ઠ શિક્ષણ થકી સમાજ નિર્માણ માટે MOU..
પાટણ તા. 16
આજના હળાહળ કળીયુગના સમયમાં સમાજમાં સભ્યતા, સંસ્કૃતિ સાથે મૂલ્યોનું જનત કરવાની અતિ આવશ્યકતા જણાઇ રહી છે ત્યારે યુવાનોને મૂલ્યનિષ્ઠ શિક્ષણ થકી સમાજ નિર્માણ માટે રાષ્ટ્ર નિર્માણમાં પ્રવૃત્ત કરવા આધ્યાત્મિકતા સાથે તણાવ મુક્ત જીવન જીવવા વ્યસન મુક્તિ દ્વારા સશક્ત સમાજની ભાવનાને ઉજાગર કરવાનુ કાર્ય કરતી પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય આબુરોડ ના બહુમૂલ્ય યોગદાનને શ્વેતાં શિક્ષણ સાથે આધ્યાત્મિકતા ને સાંકળી મૂલ્યોના જનત કરવા માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ તેમજ હરિયાણાની સેન્ટ્રલ યુનિવર્સિટી, મહેન્દ્રગઢે શનિવારે માઉન્ટ આબુ ખાતે યોજાયેલી કોન્ફરન્સમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ સોનેરી અવસરે ઉપસ્થિત રહેલા હેમ.ઉ.ગુ. યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ ડૉ. રોહિતભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે શિક્ષક એ દેશનો ભાવી કર્ણધાર છે. જીવનને સુગઠીત અને ચારિત્ર્ય નિર્માણ કરનારો છે. શિક્ષણ જ એવું માધ્યમ છે કે જે પ્રગતિના પંથે નિરંતર આગળ વધારે છે. તેમાં આજે સોનામાં સુગંધ ભળી રહી છે. આધ્યાત્મિકતા થકી મૂલ્યોનું જતન થશે. શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ ને એક નવું એડવાન્ટેજ મળશે. જીવન નિર્માણ માટે સિધ્ધાંતો સાથે કિંમત વેલ્યુની વાતો થાય છે. આપણે દેશને વિશ્વગુરૂ બનાવવાનું જે દાયીત્વ નિભાવવા નું છે તે સારી રીતે નિભાવી શકીશું. કુટુંબ, પરિવાર ની ભૂમિકા, આધ્યાત્મિકતાની ભૂમિકા, કેવા મિત્રો હોવા જોઇએ, સંસ્કૃતિ શું છે તેની ડિઝાઇન સ્ટ્રક્ચર આપણી જીવન પધ્ધતિમાં અપનાવી સ્વયંને નિખારવા પોતા ની જાતનો સંદેશ બીજા પર પ્રભાવક બને તેવું કાર્ય કરવાનું છે. તેમાં બ્રહ્માકુમારીઝ સંસ્થાની નેત્રદિપક કામગીરી સેવાની સુવાસ નવું જોમ, જુસ્સો વધારવામાં બળ પુરૂ પાડશે.
આ પ્રસંગે યુનિ.ના કા. રજીસ્ટ્રાર ડૉ. ચિરાગભાઇ પટેલ,પાટણબ્રહ્માકુમારીઝ સંસ્થાના વડા રાજયોગિની પૂ.બી.કે. નિલમ દીદી,બી.કેનીધિ દીદી,બી.કે.પ્રામમતા દીદી, બી.કે.ભાઇ-બહેનો,અધ્યાપકો,પ્રોફેસરો, સંસ્થાની સેવારત બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.સમજૂતિ કરાર ઉપર હેમ.ઉ.ગુ.યુનિ.ના કા. કુલપતિ ડૉ. રોહિતભાઇ દેસાઇ અને બી.કે. મૃત્યુંજયભાઇએ હસ્તાક્ષર કર્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહેમાનોનું બુકે અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.સેન્ટ્રલ યુનિ.હરિયાણાના કુલપતિ દ્વેશ્વર કુમારે મૂલ્યો અને તેની ભિન્નતા ઉપર પ્રકાશ પાડતા મૂલ્યનિષ્ઠ જીવનશૈલી થકી જીવનને સફળ બનાવવાની શૈલીનો ખ્યાલ રજૂ કર્યો હતો. બ્રહ્માકુમારીઝ સંસ્થાના બી.કે. મૃત્યુંજયભાઇએ કહ્યું કે ઘોરકળીયુગના સમયમાં વધતો જતો ટ્રેસ, ટેન્શન, ડિપ્રેશન ઘટાડવા માટેનો પ્રયાસ સાથે મળી સંકલ્પ શકિત થકી સફળ રહી સમાજમાં પરિવર્તન લાવી શકીશું તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.