fbpx

શ્રી પદ્મનાભ ભગવાન ની વાડી પરિસરમાં આવેલ શ્રી બ્રહ્માણી માતાજીના ક્યારા ને પંચ પરિવાર દ્વારા મુગટ ચઢાવવામાં આવ્યો..

Date:

પાટણ તા. ૨૫
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ શ્રી પદ્મનાભ ભગવાનની વાડી પરિસરમાં માટીના કયારા સ્વરૂપે 33 કરોડ દેવતાઓ ,88 હજાર ઋષિમુનિઓ અને 56 કોટી યાદવ નો વાસ હોવાનો ઈતિહાસ છે.આ વાડી પરિસરમાં પાટણ પ્રજાપતિ સમાજના શ્રી બ્રહ્માણી માતાજી પંચ પરિવારના ઢોલકા વાળા પંચ,ઘોર ખોદિયા પંચ, સાગોટા માટલી વાળા પંચ, ગોળાવાસ પંચ અને હોલ્લાવાળા પંચ પરિવારના કુળદેવી શ્રી બ્રહ્માણી માતાજીના માટી સ્વરૂપે પૂજનીય ક્યારા ને ગુરુવાર ના પવિત્ર દિવસે મુગટ ચડાવવાની વિધિ સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતા.

આ ધામિર્ક ઉત્સવો માં ઉપરોક્ત પંચ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.શ્રી પદ્મનાભ ભગવાન ની વાડી પરિસર ખાતે આવેલા શ્રી બ્રહ્માણી માતાના ક્યારા ને મુગટ ચડાવવાના આ ધામિર્ક ઉત્સવ નિમિત્તે પંચ પરિવારના સભ્યો દ્વારા માતાજીના કયારા ની નયનરમ્ય આંગી રચના કરવામાં આવી હતી.આ પ્રસંગે માતાજીના મુગટ ની શોભાયાત્રા, માતાજીનો સણગાર, અન્નકુટ મહોત્સવ અને આનંદના ગરબા સહિતના ધામિર્ક ઉત્સવો ઉજવવામાં આવ્યાં હતાં.

શ્રી બ્રહ્માણી માતાજીના ક્યારાને મુગટ ચઢાવવાની આ ધાર્મિક વિધિ પ્રસંગે આયોજિત કરાયેલા વિવિધ ધાર્મિક પ્રસંગોને સફળ બનાવવા પંચ પરિવારના સેવાભાવી યુવાનો ગીરીશભાઈ, દીપકભાઈ, પ્રફુલભાઈ, કનુભાઈ, મુકેશભાઈ, ભરતભાઈ, મહેશભાઈ, દશરથભાઈ,રમેશભાઈ, કલ્પેશભાઈ, ઈશ્વરભાઈ સહિતના પંચ પરિવારના સભ્યો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પ્રજાપતિ સમાજઢોલકાવાળા ઘોરખોદિયા પરિવાર દ્વારા બ્રહ્માણી માતાજી નો હવન કરાયો..

પાટણ તા. 26 પાટણ પ્રજાપતિ સમાજના ઢોલકાવાળા ધોરખોદીયા પરિવાર...