google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લાના નવ નિયુક્ત કલેકટર ની બ્રહ્મ સમાજ,જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને પરશુ રામ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ એ શુભેચ્છા મુલાકાત લીધી..

Date:

જિલ્લા કલેકટરને આવકારી ભગવાન શ્રી પરશુરામજીના જન્મ જયંતી મહોત્સવમાં સહભાગી બનવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું..

પાટણ તા.16
પાટણ જિલ્લા ના નવનિયુક્ત કલેકટર અરવિંદ વિજયન ની શનિવારે પાટણ બ્રહ્મ સમાજ, શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને શ્રી પરશુરામ જન્મ જયંતિ મહોત્સવ સમિતિ ના આગેવાનો દ્વારા શુભેચ્છા મુલાકાત લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન નવ નિયુક્ત જિલ્લા કલેકટરને સાલ,બુકે અને ભગવાન પરશુરામ જી ની ફોટો પ્રતિમા આપીને આવકારવામાં આવ્યા હતા.સાથે સાથે આગામી તારીખ 22 એપ્રિલના રોજ જગન્નાથ મંદિર પરિસર ખાતે બિરાજમાન શ્રી પરશુરામજી ભગવાન ના જન્મ જયંતી મહોત્સવ પ્રસંગે પધારવા માટે જિલ્લા કલેકટરને નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

નવનિયુક્ત જિલ્લા કલેકટર ની શુભેચ્છા મુલાકાત દરમિયાન ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખ અને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ શ્રી પરશુરામ જન્મ જયંતિ મહોત્સવ સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય, સહિત બ્રહ્મ સમાજના આગેવાન વિનોદભાઈ જોશી, ભુરાભાઈ જોશી, દિલીપભાઈ દવે, હર્ષદભાઈ રાવલ અને માનસી બેન ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ જિલ્લાના નવ નિયુક્ત કલેકટર અરવિંદ વિજય ને પણ પાટણ સમસ્ત બ્રહ્મ સમાજ, જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને પરશુરામ જન્મ જયંતિ મહોત્સવ સમિતિના સ્વાગત સન્માનને સહર્ષ સ્વીકાર કરી આભારની લાગણી સાથે પરશુરામ જન્મ જયંતી પ્રસંગે દર્શનનો લાભ લેવા માટે ઉપસ્થિત રહેવાની ખાતરી આપી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લા મેધમહેરથી વાતાવરણ માં ઠંડક પ્રસરી..

પાટણ તા. 20હવામાન વિભાગની આગાહીના પગલે બુધવાર ની રાતથી...

વલ્લભદ્વાર ગૌશાળા, સિંહસ્થાપનાં ઉદઘાટન

પાટણનાં દ્વારકાધિશ મંદિરે દ્વિદિવસીય ધાર્મિક કાર્યક્રમો નો પ્રારંભ કરાયો..વલ્લભ...

પાટણના ખારીવાવડી સનાતન આશ્રમ ના સંત પ. પૂ. નટવર લાલજી મહારાજ મોક્ષ ધામ પામ્યા…

બ્રાહ્મણ કૂળના મહારાજને અગ્નિદાહ ની જગ્યાએ તેઓની ઈચ્છા અનુસાર...

પાટણ સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોરા માતાના જન્મ જયંતી પ્રસંગને સફળ બનાવવા બેઠક યોજાઈ…

પાટણ સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોરા માતાના જન્મ જયંતી પ્રસંગને સફળ બનાવવા બેઠક યોજાઈ… 369News