પાટણ શહેર સહિત પંથકના ભુવાજીઓએ માતાજી સન્મુખ પાટ પર બેસી વેણ વધાવા સાથે માતાજીના રૂડા આશીર્વાદ પાઠવ્યા..
પાટણ તા.16
પવિત્ર ચૈત્ર માસ નિમિત્તે ભક્તિ સભર માહોલમાં શક્તિની આરાધના સાથે સાથે માતાજીની રમેલના આયોજનો કરવામાં આવતા હોય છે.ત્યારે પાટણ શહેરના ત્રણ દરવાજા સ્થિત બિરાજ માન શ્રી સધી માતાજીના મંદિર પરિસર ખાતે શનિવારની રાત્રે ભવ્ય રમેલ નું આયોજન શ્રી સધી માતાજીના સેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.
શહેરના ઐતિહાસિક ત્રણ દરવાજા ખાતે બિરાજ માન શ્રી સધી માતાજીના સાનિધ્યમાં આયોજિત કરાયેલા આ રમેલના ધાર્મિક પ્રસંગે પાટણ શહેર સહિત પંથકના ભુવાજીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજી સન્મુખ પાટ પર બેસી લોકોના દુઃખ દર્દ દૂર કરવા વેણ વધાવા સાથે માતાજીના રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
શહેરના ત્રણ દરવાજા સ્થિત બિરાજમાન શ્રી સધી માતાજીના સ્થાનકે આયોજિત રમેલના ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા શ્રી સધી માતાજીના ભક્તજનો દ્વારા સુંદર આયોજન સાથે જહેમત ઉઠાવવામાં આવી હતી.