fbpx

અંબિકા શાક માર્કેટના શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો..

Date:

45 વર્ષથી યોજાતા લઘુરુદ્ર યજ્ઞ ની પરંપરા માર્કેટના વેપારી એસોસિયેશન નિભાવી..

પાટણ તા. 17
પાટણ શહેરના પંચમુખી હનુમાન મંદિર નજીક આવેલા અંબિકા શાક માર્કેટ એસોસિએશન દ્વારા છેલ્લા 45 વર્ષથી માર્કેટ માં બિરાજમાન શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવા માં આવતું હોય છે. જે ચાલુ માસે પણ ચૈત્રી માસના સોમવારના પવિત્ર દિવસે શ્રીનાગેશ્વર મહાદેવ સન્મુખ લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવા માં આવ્યું હતું.

આ યજ્ઞના યજમાન પદે માર્કેટ ના વેપારી જયંતીભાઈ મફતલાલ પટેલ પરિવાર ના કૃપા બેન કનુ ભાઈ પટેલ પરિવારે લાભ લઇ ધન્યતા અનુભવી હતી.યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ ભૂદેવો ના મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવી હતી.

અંબિકા શાક માર્કેટ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ આયોજિત કરાયેલા લઘુરુદ્ર યજ્ઞના આયોજનને સફળ બનાવવા માર્કેટના પ્રમુખ મનોજભાઈ પટેલ,સેક્રેટરી કનુભાઈ પટેલ સહિતના વેપારીઓએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં અંબિકાશાક માર્કેટ ના વેપારીઓએ પરિવાર સાથે ઉપસ્થિત રહી દર્શન પ્રસાદનો લાભ લીધો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા ના રામપુરા ગામના પ્રવેશ દ્વાર પાસેના ગેર કાયદેસર ના દબાણો આખરે તંત્ર દ્વારા દૂર કરાયા…

મામલતદાર, જીઈબીના અધિકારી સહિત ગ્રામજનોએ પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો...

ક્લાઈમેટ સ્માર્ટ પાટણ ઈનિશિએટીવ બનાવવા MHT નો નવતર પ્રયોગ : પાલિકા પ્રમુખ…

વાતાવરણ માં શ્રમિકોને કેવી રીતે રહેવું તેની સમજ આપવા...

વર્ષી તપ એટલે એક વર્ષ સુધી કરવામાં આવતું વિશિષ્ટ તપ.….

ફાગણ સુદ આઠમથી શુભાંરભ અને અખાત્રીજ - અક્ષય તૃતીયાના...