google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રાજમહેલ રોડ પરના ઓવરબ્રિજ ના બન્ને બાજુ ના સર્વિસરોડના પ્રશ્ને ડો અતુલ અગ્રવાલ ની કલેકટર ને રજુઆત..

Date:

પાટણ તા.14
રાજમહેલ રોડ પર ચાલતી ઓવરબ્રિજ બનાવવાની કામગીરીનેલઈને ઓવરબ્રિજ ની બન્ને બાજુ ના સર્વિસ રોડ બરાબર બનાવેલ ન હોય ગંભીર અકસ્માત થવાની શક્યતા રહેલ હોવાની બાબતે પાટણના ડો. અતુલ અગ્રવાલ દ્રારા કલેકટર ને લેખિતમાં રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

ડો અગ્રવાલ દ્રારા કલેકટર ને લેખિતમાં જાણ કરવામાં આવી છે કે રાજમહેલ રોડ પર ચાલતી ઓવરબ્રિજ ની કામગીરી ને લીધે બનાવવામાં આવેલ સર્વિસ રોડ બરાબર બનાવેલ નથી. માત્ર રોડા કાંકરેટ નાખેલ છે. ડામર કામ પણ કરેલ નથી ખાડા ટેકરા વાળો રોડ છે. તો ખાડા પૂરી લેવલીંગ કરવાતથા ડામર કામ કરી રોડ વ્યવસ્થિત બનાવવો,સર્વિસ રોડ પર સંતોકબા હોલ ની બાજુ માં આવેલ શાળા નજીક ઉંચાઈ વાળો તથા નિયમ વિરુધ્ધ નો બમ્પ બનાવેલ છે. જેથી અકસ્માત થવાની શક્યતા છે.

તો આ બમ્પ દુર કરી નિયમો અનુસાર બમ્પ બનવવા તથા તેના પર સફેદ–પીળા પટ્ટા લગાવી યોગ્ય કરવું, સર્વિસ રોડ ખુબ જ સાકડો છે તથા તેના પર ઘણી જગ્યાએ ખાણી પીણી ની તથા નાસ્તાની લારીઓ ગેરકાયદેસર ઉભી રહે છે તથા અન્ય નાના મોટા વાહનો પણ પાર્કિંગ કરેલ હોય છે. આમ અહીં ટ્રાફિક જામ થઇ જાય છે. તો આ લારીઓ તથા આડેધડ થતા પાર્કિંગ સત્વરે દુર કરાવી ટ્રાફિક ની અવર જવર સરળતાથી થાય તે માટે યોગ્ય પગલા ભરવા તેઓએ રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા રમત ગમત સંકુલ ખાતે સ્વિમિંગ માટે ના ફોર્મ વિતરણ ના પ્રથમ દિવસે 700 ફોમૅ નું વિતરણ થયું..

પાટણ જિલ્લા રમત ગમત સંકુલ ખાતે સ્વિમિંગ માટે ના ફોર્મ વિતરણ ના પ્રથમ દિવસે 700 ફોમૅ નું વિતરણ થયું.. ~ #369News

હાસાપુર ના શ્રી રામદેવપીર બાબાના મંદિર પરિસર ખાતે હવન યજ્ઞ કરાયો..

પાલિકા પ્રમુખ- ઉપપ્રમુખ, પક્ષના નેતા અને પૂર્વ નેતા સહિતના...

સાંતલપુર ના કોરડા નજીક પીક અપ ડાલા અને જીપ વચ્ચે સજૉયેલ અકસ્માત માં 1 નું મોત 14 ઘાયલ…

ઈજાગ્રસ્ત તમામ ને રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા..પાટણ તા....

મોદી સ્ટેડિયમમાં IPL જોવા આવેલા 150 લોકોના I-PHONE ચોરાયા

મોદી સ્ટેડિયમમાં IPL જોવા આવેલા 150 લોકોના I-PHONE ચોરાયા ~ #369News