fbpx

પાટણ જિલ્લાના હારીજની શિવશક્તિ સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી રૂ. 1 લાખ રોકડા અને રૂા. 1.51 લાખનાં દાગીના ની ચોરી

Date:

એક એફડીનું સર્ટીફિકેટ મળી કુલે રૂ।. 2,51,000ની ચોરી કરી ગયા

પાટણ જિલ્લાના હારીજ નગરના-શિવશક્તિ સોસાયટીના માર્ગ નં. 21માં મધરાત્રિથી વહેલી પરોઢે સુધીમાં કોઇ તસ્કરે ઘર નો દરવાજો તોડીને અંદર પ્રવેશીને ઘરમાંથી રૂા.1 લાખની રોકડ રકમ અને સોનાની રૂા.10 હજારની 4 આની વજનની ચાર બુટ્ટી, રૂ।.15 હજારની પાંચ આની ભારની સોનાની કાનસેર, રૂા. 1 હજારનાં ચાંદીનાં પાંચસિક્કા, રૂ।.5 હજારનો એક ચાંદીનો સિક્કો (બેંકનો), રૂા. 40 હજારની સોનાની એક એક તોલાની બે બુટ્ટી, રૂા.40 હજારનાં 1 તોલાનાં સોનાનાં 4 પેન્ડલ, રૂા. 5 હજારની સોનાની નાક ની એક આની ભારની નથણી, રૂા. 10 હજારની 200 ગ્રામની ચાંદીની એક જોડ પાયલ, રૂ.15 હજારની ચાંદીની 300 ગ્રામની ત્રણ લક્કી, રૂ. 10 હજારનો 200 ગ્રામનો ચાંદીનો એક ઝુડો, તથા એક એફડીનું સર્ટીફિકેટ મળી કુલે રૂ.2,51,000ની ચોરી કરી ગયા હતાં.

આ અંગેની વિગતો એવી છે કે, હારીજની શિવશક્તિ સોસાયટીમાં રહેતા અને મૂળ શંખેશ્વર તાલુકાનાં ટુવડ ગામનાં વતની કમળાબેન સંજયભાઇ સુમેત્રા (ઉ.વ. 29) તા. 1-4-23નાં રોજ તેમની સાસરી શંખેશ્વરનાં ટુવડ ગામે માતાજીની રમેલ અને દેરાણીનાં સિમંત પ્રસંગે ગયા હતા. તા. 11-4-23નાં રોજ તેમનાં સાસુ-સસરા પણ ટુવડ ગામે આવ્યાં હતાં. ત્યારે તા. 15મીનાં રોજ સવારે હારીજમાં રહેતા કમલાબેનનાં પડોશીએ તેમનું ઘરનાં દરવાજા ખુલ્લા હોવાનું ફોન પર જણાવતાં તેઓ તાબડ તોબ પોતાનાં હારીજ ખાતેનાં ઘરે આવ્યાં હતા. તેઓએ જોયું તો ઘરનો સામાન વેરવિખેર પડ્યો હોવાનું જોતાં ચોરી થયાનું જણાતાં તપાસ કરતાં ઘરમાં મંદિર વાળા રૂમમાં અને બેડરૂમની તિજોરી ઓ ખુલ્લી પડી હોવાનું જણાયું હતું. જેની તપાસ કરતાં ઉપરોક્ત ચોરી થયાનું જણાયું હતું. આ અંગે તેમણે પડોશીને પૂછતાં તેમણે કહેલ કે, તેમનાં ઘરનાં દરવાજા સવારે નવ વાગે ખુલ્લા હતાં. આ બનાવ અંગે કમળા બેને ફરીયાદ નોંધાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સાયન્સ સેન્ટર ખાતે ડ્રોન ટેક્નોલોજી પર એક દિવસીય વર્કશોપ યોજાયો…

પાટણ તા. ૨૪ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...