પાટણ તા. 23
આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચુટણી લક્ષી તૈયારીઓ આરંભી દીધી છે ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા પાટણ લોકસભાના પ્રભારી તરીકે નિયુકત કરાયેલ અશોક ભાઈ જોશી અનેસંયોજક તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજી ઠાકોર તેમજ સહસંયોજક તરીકે ગુજકોમાસોલના ડિરેક્ટર સ્નેહલભાઈ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે.તો અન્ય ઇન્ચાર્જૉની પણ વરણી કરવામાં આવી છે.
આ ત્રણેય હોદ્દેદારોએ વડગામ, ખેરાલુ, કાંકરેજ, રાધનપુર,ચાણસ્મા સિધ્ધપુર અને પાટણ એમ કુલ સાતેય વિધાનસભાનો પ્રવાસ કરી ગુરૂવારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે લોકસભાના ઈન્ચાર્જ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
પાટણ લોકસભામાં ભારતીય જનતા પાર્ટી સામે જે પણ ઉમેદવાર આવે તેની ડિપોઝિટ જપ્ત થઈ જાય તે દિશામાં તમામ કાર્યકરોને કામે લાગવા માટે પાટણ લોકસભાના સંયોજક નંદાજી ઠાકોરે આહવાન કર્યું હતું.આ બેઠકમાં પ્રદેશ ભાજપ દ્વારા મુકવામાં આવેલા પાટણ લોકસભાના પૂર્ણકાલીન વિસ્તારક શ્રેયાંશ પ્રજાપતિ સહિત અપેક્ષિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હોવાનું પાટણ લોકસભા મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજી અને ગોવિંદ પ્રજાપતિએ જણાવ્યું હતું.