fbpx

ગુજરાત માં સૌ પ્રથમ પાટણ સરસ્વતી નદીના તટે આકાર પામનારા પંચ તીર્થ નો શિલાન્યાસ કરાયો…

Date:

દાતા પરિવારો સહિત પંચ તીર્થ માં સહયોગી બનેલા સૌને સન્માનવામાં આવ્યા

શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે શિલાન્યાસ વિધિ માં યજમાન પરિવારોએ લાભ લઈ ધન્યતા અનુભવી..

પાટણ તા.16
ઐતિહાસિક અને પવિત્ર નગરી એવા પાટણ શહેર ના વૈદિક નદી સરસ્વતીના કિનારે ગુજરાતનું સૌપ્રથમ પંચતિથૅ કેજયા સરસ્વતી નદી,સરસ્વતી પીપળવન,સરસ્વતી મંદિર, સરસ્વતી તળાવ અને સરસ્વતી ધાટ દ્વારા પર્યાવરણની જાળવણી માટે પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સાથે આજના ગ્લોબલ વોર્મિંગ અને કલાઈમેટ ચેન્જ ની વૈશ્વિક લડત ને પહોચી વળવા પાટણ ની આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ, માં સરસ્વતી ના ઉપાસકો, ગ્રીન ગ્લોબલ બ્રિગેડ અને વિવિધ શૈક્ષણિક,સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થા ના સંયુક્ત ઉપક્રમે રવિવારના રોજપાટણ ના સરસ્વતી પીપળવન,સહસ્ત્ર તરુવન, સરસ્વતી નદીના કાંઠે માતરવાડી પાસે પંચ તીર્થ નો શિલાન્યાસ સાથે દાતા પરિવારનો સન્માન સમારોહ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

પાટણના સરસ્વતી નદીના તટે આવેલા સરસ્વતી પીપળવન ખાતેઆયોજિત કરાયેલી સમગ્ર ગુજરાતમાં સૌ
પ્રથમવાર અંદાજિત દોઢ કરોડના ખર્ચે સરસ્વતી નદીના તટે સરસ્વતી મંદિર,સરસ્વતી તળાવ,સરસ્વતી ઘાટ નું નિર્માણ કાર્ય ની યજમાન પરિવારોએ ઉપસ્થિત રહી શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે શિલાન્યાસ વિધિ કરાવી ધન્યતા અનુભવી હતી. આ પંચ તીર્થના નિર્માણ કાર્યમાં ઐતિહાસિક ધરોહર એવી રાણકીવાવ, મોઢેરાના સૂર્યમંદિર માં ઉપયોગમાં લેવાયેલા ધાંગધ્રાના પથ્થરો નો ધાંગધ્રાના સોમપુરા પરિવાર દ્વારા ઉપયોગ કરી અંદાજે દોઢ એક વર્ષમાં આ પંચ તીર્થ નું નિર્માણ કાર્ય પૂર્ણ કરાનાર છે.

પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવની જેમ ઓળખ બની રહેનાર આ પંચ તીર્થમાં સહયોગી બનેલા દાતા પરિવારો ના વરદ હસ્તે શીલા પૂજન બાદ સાજે દાતા પરિવારો નો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો જેમાં આ પંચ તીર્થના મુખ્ય દાતા પરિવાર ના અમરતભાઈ સરતનભાઇ માલધારી તેમજ હરિકૃષ્ણ ગ્રુપ સુરતના પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા કારણોસર ઉપસ્થિત નરહી શકતા તેમના પ્રતિનિધિ પરિવારની સાથે ગુજરાતમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, ગાંધી આશ્રમ ઝિલીયા ના પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ, લોકગાયિકા કિંજલ દવે, ગ્રીન એમ્બેસેડર અને ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાતના સંસ્થાપક જીતુભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા ના અધ્યક્ષ હિતેશભાઈ પટેલ, બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંક નાયક,પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે સી પટેલ,સમાજ સેવક સાગરભાઇ દેસાઈ, જગન્નાથ મંદિર ટ્રસ્ટના મે.ટ્રસ્ટી અને ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા ના પ્રમુખ પિયુષભાઈ આચાર્ય, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર, પાટણ નગર પાલિકા પૂવૅ પ્રમુખ હેમંત તન્ના, રાષ્ટ્રીય મહિલા આયોગ નવી દિલ્હીના પૂર્વ સદસ્ય ડો રાજુલબેન દેસાઈ સહિત ના દાતા પરિવારો અને અન્ય મહાનુભાવો તેમજ આ શુભકાયૅ મા સહિયોગી બનેલાઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાળીનાથ અખાડા તરભ ની જગ્યાના મહંત શ્રી જય રામગીરીજી મહારાજ ગુરુ શ્રી બળદેવ ગીરીજી મહારાજે ખાસ ઉપસ્થિત રહી પોતાના રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.

ગુજરાત માં સૌ પ્રથમ પાટણ સરસ્વતી નદીના તટે આકાર પામનારા પંચ તીર્થ નો શિલાન્યાસ કરાયો… ~ #369News

સરસ્વતી નદીના તટે આકાર પામનારા આ પંચતીર્થ ના શિલાન્યાસ તેમજ દાતાઓના સન્માન કાર્યક્રમને સફળ બનાવવા આર્યવ્રત નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ રાજગોર, પિયુષભાઈ આચાર્ય, કિશન દેસાઈ,જયેશભાઈ દરજી, પારશ પટેલ,સહિતના આગેવાનો કાર્યકરો અને મહિલાઓએ જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમ ની પૂણૉહુતિ બાદ સરસ્વતી નદી તટે સમૂહમાં સરસ્વતી ની આરાધના સાથે આરતી કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

થોડીવારમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચશે અમદાવાદ, આવતીકાલે સુરતમાં લોકદરબાર થશે

થોડીવારમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પહોંચશે અમદાવાદ, આવતીકાલે સુરતમાં લોકદરબાર થશે ~ #369News

ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી ના ઉપલક્ષ્યમા અનુ સુચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાન નો પ્રારંભ કરાયો…

ડો.બાબા સાહેબઆંબેડકર જન્મ જયંતીના ઉપલક્ષ્યમા અનુસુચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાનનો પ્રારંભ કરાયો… ~ #369News

વિદેશી દારૂના જથ્થા સાથે રાધનપુર પોલીસે બુટલેગરને આબાદ ઝડપી લીધો..

વિદેશી દારૂના જથ્થા સાથે રાધનપુર પોલીસે બુટલેગરને આબાદ ઝડપી લીધો.. ~ #369News

ગાંધીનગર આયોજિતકલા ઉત્સવમાં કે.કે ગર્લ્સ હાઈસ્કૂલની બાળાઓ ઝળકી..

પાટણ તા. 22 GCERT- ગાંધીનગર દ્વારા આયોજિત G-20 વસુધૈવ...