google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણની શ્રીમતી કેસરબાઈ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલયમાં શિક્ષક દિનની ઉજવણી કરાઈ..

Date:

પાટણ તા. 5 સમગ્ર દેશમાં તા. 5 સપ્ટેમ્બરે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષકનું અમૂલ્ય પ્રદાન રહેલું હોય છે ત્યારે પાટણ ની શ્રીમતી કેસરબાઈ કિલચંદ સરકારી કન્યા વિદ્યાલયમાં મંગળવારે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. શાળાની વિદ્યાર્થીનીઓમા સુમરા રિયાએ આચાર્યની સુંદર ભૂમિકા ભજવી સમગ્ર શાળાનું સંચાલન કર્યું હતું. તો 45 જેટલી વિદ્યાર્થીનીઓએ જુદા જુદા વિષયમાં જુદા જુદા વર્ગોમાં ભણાવવાનો અનુભવ પ્રાપ્ત કર્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન શાળાનું સંચાલન વિદ્યાર્થીનીઓ દ્વારા જ થયું હતું. સવારે પ્રાર્થના ત્યારબાદ શિક્ષણકાર્ય અને અંતે અનુભવોની આપ-લે કરવામાં આવી હતી. આચાર્ય તરીકે ભૂમિકા ભજવનાર વિદ્યાર્થીનીએ પોતાના અનુભવ વખતે જણાવ્યું કે એક શાળાને ચલાવવા માટે માત્ર વાતો કરવાથી કંઈક થતું નથી પણ ઝીણી ઝીણી બાબતોનું ધ્યાન રાખવામાં ખૂબ મહેનત કરવી પડતી હોય છે.

શિક્ષક તરીકે પોતાનું કામ કરનાર વિદ્યાર્થીની ઓએ પણ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે અત્યાર સુધી એમ લાગતું હતું કે ભણાવવું એમાં શું ? પણ આજે જાતે અનુભવ કર્યો ત્યારે ખબર પડી કે વર્ગમાં ભણાવવા માટે કેટલી બધી તૈયારી કરવી પડતી હોય છે. દિવસ દરમિયાન ખૂબ સુંદર અનુભવ દીકરીઓને પ્રાપ્ત થયા હતા. શાળાના શિક્ષક સંજયભાઈ પટેલે શાળાની તમામ વિદ્યાર્થીનીઓને અલ્પાહાર કરાવ્યો હતો. શાળાના આચાર્ય ડૉ. દિનેશભાઈ પ્રજાપતિએ તમામ વિદ્યાર્થીનીઓને એક દિવસ શાળાનું સફળ સંચાલન કરવા બદલ અભિનંદન સહ ધન્યવાદ પાઠવી સ્વયં શિક્ષક દિનમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીનીઓને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

30 એપ્રિલના રોજ લેવાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ, 17 લાખ વિદ્યાર્થીઓ સામે કેન્દ્રો ઓછા પડતા આ સ્થિતિ

30 એપ્રિલના રોજ લેવાનારી તલાટીની પરીક્ષા પાછી ઠેલાઈ, 17 લાખ વિદ્યાર્થીઓ સામે કેન્દ્રો ઓછા પડતા આ સ્થિતિ ~ #369News

પાટણ બગવાડા દરવાજા સ્થિત મણિભદ્ર હાઇટ્સ ખાતે પાંચ દિવસીય ગણેશ મહોત્સવ નો પ્રારંભ..

બિલ્ડર દિલીપભાઈ પટેલ સહિત વેપારીઓએ શ્રી ની પુજા-અચૅના અને...