google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ગાંધી જયંતી ના ઉપલક્ષ્યમાં પાટણમાં એક સપ્તાહ સુધી નશાબંધી જાગૃતિ કાર્યક્રમો યોજાશે…

Date:

પાટણ તા. 2 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ. દેશભરમાં આજે ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી છે. ગાંધી જયંતિ નિમિતે રાજ્યમાં તા.2.ઓક્ટોબરથી તા.8 ઓકટોબર દરમ્યાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. પાટણમાં સોમવારે નશાબંધી સપ્તાહના ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જિલ્લા સબ જેલ, સુજનીપુર રોડ ખાતે આયોજીત આ કાર્યક્મમાં યુવાઓને નશાબંધી વિરોધી અભિયાન વિશે જાણકારી આપીને વ્યસનથી દુર રહેવા અંગે ચુચન કરવામાં આવ્યુ હતુ. આર્થિક, સામાજિક, તેમજ ઔધોગિક ક્ષેત્રે રાષ્ટ્રને ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કરવામાં અડચણરૂપ એવા દારૂનું સેવન તથા અન્ય કુટેવો જેવી કે બીડી, સીગારેટથી થતા નુકશાન સામે લોકોને જાગૃત કરવા તથા કુટેવોથી મુક્ત કરવા જાગૃતિ લાવવાનું કાર્ય નશાબંધી સપ્તાહ અંતર્ગત કરવામાં આવી રહ્યુ છે. દર વર્ષે આ સપ્તાહ દરમ્યાન જિલ્લાના નશાબંધી અધિકારીઓ અને નશાબંધી મંડળના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. નશાબંધીનો સંદેશો રાજ્યના દરેક નાનામાં નાના ગામડા સુધી પહોંચે તે માટે સરકાર કટીબદ્ધ છે.

મહાત્મા ગાંધીએ કહ્યુ છે કે, દારૂથી આત્માનો નાશ થાય છે. તેથી દારૂના વ્યસનથી દારૂ પીનારાને છોડાવવા નો પ્રયત્ન દરેક માણસે કરવો જોઈએ. ગાંધીજીએ બતાવેલ પથ પર ચાલીને સરકાર દર વર્ષે નશાબંધી સપ્તાહની ઉજવણી કરે છે. વિવિધ જિલ્લામાં અલગ-અલગ કાર્યક્રમો થકી લોકોમાં નશાબંધીનો સંદેશો પહોંચાડવામાં આવે છે. પાટણ ખાતે આયોજિત કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી વિભાગના અધિકારી સ્મૃતિબેન દવેએ સ્વાગત પ્રવચન થકી યુવાઓને વ્યસન કરવાના નુકશાન વિશે માહિતગાર કર્યા અને વ્યસનથી દુર રહેવા અંગે સુચન કર્યું હતુ. કાર્યક્રમમાં જેલ સુપ્રિટેન્ડેન્ટ બી.ટી.દેસાઈ, નશાબંધી આબકારી વિભાગ સમિતિના સભ્યખેતસિંહ ગઢવી તેમજ જેલ વિભાગના પોલિસ સ્ટાફ હાજર રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં યુજીવીસીએલની ઓફિસ કાર્યરત કરવા પાટણ ધારાસભ્ય ની ઉર્જા મંત્રીને રજૂઆત..

પાટણમાં યુજીવીસીએલની ઓફિસ કાર્યરત કરવા પાટણ ધારાસભ્ય ની ઉર્જા મંત્રીને રજૂઆત.. ~ #369News

પાટણ પ્રજાપતિ સમાજ ના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની 621 મી જન્મ જયંતી પર્વની ઉજવણી કરાઈ..

પાટણ પ્રજાપતિ સમાજ ના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની 621 મી જન્મ જયંતી પર્વની ઉજવણી કરાઈ.. ~ #369News