fbpx

પાટણ ખાતે આયોજિત શિવકથા ના આયોજન ને સફળ બનાવવા યજમાન પરિવાર દ્વારા વિવિધ સમિતિઓની રચના માટે સંયુક્ત મીટીંગ બોલાવી..

Date:

તમામ સંસ્થાઓ દ્વારા શિવકથાને સફળ બનાવવા સ્વૈચ્છાએ વિવિધ જવાબદારી ઓ સ્વીકારી..

પાટણ તા. 19
પાટણ શહેરના ભૈરવ મંદિર રોડ પર આવેલ પાંજરાપોળની પવિત્ર જગ્યા ઉપર આગામી તારીખ 22મી એપ્રિલના રોજથી દરરોજ રાત્રે 8 થી 11 કલાકના સમય દરમિયાન ઇન્ટર નેશનલ કથાકાર પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુની શિવ કથાનું ભક્તિ સભર માહોલમાં ભવ્યાતી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

પાટણ શહેરના પાંજરા પોળ ની પવિત્ર જગ્યા પર આયોજિત કરાયેલા આ શિવ કથા ના આયોજનને સાંગોપાંગ સફળ બનાવવા શિવ કથાના મુખ્ય યજમાન અને અશ્વિનભાઈ પટેલ (દાઢી) પરિવાર સહિતના શિવકથાના સહયોગીઓ, મયુર ભાઈ પટેલ,દિનેશભાઇ પ્રજાપતિ,રાજુભાઈ ઠક્કર, નિલેશભાઈ પટાવા અને મહેસાણા થી ખાસ પધારેલ કૌશિકભાઈ જાની દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.ત્યારે મંગળવારની રાત્રે શિવ કથા ના સ્થળ પર પાટણ શહેરની વિવિધ સેવાકીય, સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના કાર્યકર્તાઓની મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અલગ અલગ સંસ્થાઓને શિવ કથા ના આયોજન માટેની સ્વેચ્છાએ જવાબદારીઓ સ્વીકારવા શિવકથાના આયોજક પરિવારે અપીલ કરી હતી જેમાં શિવ કથા સાંભળવા આવતા મહેમાનો માટેની વ્યવસ્થા કમિટી, શિવકથાના વક્તા પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુના વ્યાસપીઠ માટે નિત્ય ફૂલહારના સજાવટની કમિટી, કથા શ્રવણ માટે આવેલા ભાવિ ભક્તો માટે બેઠક વ્યવસ્થા કમિટી, કથા શ્રવણ દરમિયાન ભક્તો માટે પીવાના પાણીની વ્યવસ્થા કમિટી, વાહન પાર્કિંગની વ્યવસ્થા કમિટી, નિત્ય સ્વાગત સન્માન કમિટી, પ્રસાદ વિતરણ કમિટી સ્વછતા કમિટી, સમગ્ર કથા ની દેખરેખ કમિટી, સહિતની વિવિધ કમિટીઓની રચના માટેની સંગઠનો સાથે મુક્ત મને શિવકથા ના આયોજક પરિવાર દ્વારા વિચાર વિમર્ષ કરવામાં આવ્યો હતો.

દરેક સંગઠનના કાર્યકરોએ સ્વેચ્છાએ પોતાની જવાબદારી સ્વીકારી સ્વીકારેલી જવાબદારીને સંપૂર્ણપણે નિસ્વાર્થ ભાવે પરિપૂર્ણ કરે તેવી યજમાન પરિવારે આશા વ્યક્ત કરી હતી.શિવ કથા સ્થળે વિવિધ સંગઠનો ના કાર્યકર્તાઓની મળેલી સંયુક્ત બેઠકમાં વિશાળ સંખ્યામાં યુવા કાર્યકર્તા ઓએ ઉપસ્થિત રહી શિવકથાના આયોજન ને સફળ બનાવવા એક સુર વ્યક્ત કર્યો હતો. આ સંયુક્ત મિટીંગ મા ઉપસ્થિત તમામ સેવા ભાવી સંગઠનોનો આ તબક્કે સહયોગ આપવા ની ખાતરી બદલ યજમાન પરિવાર ના અશ્વિનભાઈ પટેલ (દાઢી) દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ખારેડા ગામે કમોસમી વરસાદ વચ્ચે વિજળી પડતાં 800 પુળા સળગી ઉઠતાં ખેડૂતનેનુકસાન…

પાટણ શહેરમાં અમી છાટણા સાથે રાધનપુર પંથકમાં પણ વરસાદ...

પાટણ સમીપ આવેલા પાંચ પીપળ શક્તિ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાએ ગુરૂપૂજનકરાયું..

પાટણ સમીપ આવેલા પાંચ પીપળ શક્તિ મંદિર ખાતે ગુરુપૂર્ણિમાએ ગુરૂપૂજનકરાયું.. ~