પાટણ તા. 21
સિદ્ધપુરમાં પરણિત મહિલાને વારંવાર પજવણી કરી મરજી વિરૂદ્ધ ભાઈના સાળા દ્વારા દુષ્કર્મ કરતા મહિલા દ્વારા સિદ્ધપુર પોલિસ મથકમાં ફરીયાદ નોંધાવતા સનસનાટી મચી જવા પામી છે.આ બાબતે મળતી હકીકત મુજબ સિદ્ધપુરમાં રહેતી 34 વર્ષની પરણિત મહિલાને તેના ભાઈના સાળા જહીર માજીદ ભાઈ શેખ દ્વારા છ માસ અગાઉ તેના સાથે પ્રેમ સબંધ બાંધવા કહેતા મહિલા દ્વારા ઇનકાર કરતા વારંવાર તેનો પીછો કરી પજવણી કરતો હતો.
થોડા માસ અગાઉ મહિલા ઘરે એકલી હતી તે દરમ્યાન તેની સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ ચાર માસ અગાઉ મહિલા કામ અર્થે ગઈ હતી ત્યારે તેની એકલતાનો લાભ લઈ બળજબરી પૂર્વક મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને જાણ ના કરવાં ધાકધમકી આપી હતી.
આરોપી ભાઈનો સાળો હોય ઘરની ઈજ્જત આબરૂ માટે કોઈને જાણ ના કરતા આરોપી અવાર નવાર બળજબરી કરી દુષ્કર્મ આચરતા બે દિવસ અગાઉ મહિલા દ્વારા પતિને સમગ્ર ઘટના અંગે જાણ કરતા મહિલાને પતિ દ્વારા હિંમત આપતા મહિલા દ્વારા સિદ્ધપુર પોલીસ મથકમાં આરોપી સામે ફરીયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો આ બનાવ ને લઈને સિધ્ધપુર મા સનસનાટી મચી જવા પામી હતી.