fbpx

પાટણ શહેરમાં ભક્તિસભર માહોલમાં ભક્તોના ઘોડાપૂર વચ્ચે ભગવાન પરશુરામજીની ની રથયાત્રા નીકળી..

Date:

ભગવાન પરશુરામજી ની રથયાત્રાનું જિલ્લા પોલીસ વડા સહિત પાટણના પ્રતિષ્ઠિત નગરજનોએ પ્રસ્થાન કરાવ્યું..

ભગવાન પરશુરામજી ની આરતી ના યજમાન તરીકેનો લ્હાવો નિલેશભાઈ રાજગોર પરિવાર એ લીધો..

પરશુરામ ભગવાનની રથયાત્રાને સફળ બનાવવા રથયાત્રાના કન્વીનર સહિત રથયાત્રા સમિતિ અને જગદીશ મંદિર ટ્રસ્ટ પરિવાર, બ્રહ્મ સમાજ અને અઢારે વરણના લોકો દ્વારા જહેમત ઉઠાવાય. .

રથયાત્રામાં પાંચ બગી, બે ઘોડા, 6 ઉંટ તેમજ 11 વિવિધ સેવાકીય, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના ટેબ્લો જોડાયા..

બાળકોના સ્કેટિંગ રાસે હિંગળાચાચર ચોકમાં અનોખુ આકર્ષણ ઊભું કર્યું..

પાટણ તા. 22
પાટણ શહેરના જગન્નાથ ભગવાનના મંદિર પરિસર ખાતે સ્થાપિત કરાયેલા ભગવાન શ્રી પરશુરામજી ની શનિવારના પવિત્ર દિવસે જન્મ જયંતી મહોત્સવ ને અનુલક્ષીને પાટણ શહેર માંથી શ્રી પરશુરામ ભગવાનની રથયાત્રાનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.રથયાત્રા પૂર્વે ભગવાન શ્રી પરશુરામજી ની આરતી ની ઉછામણી બોલવામાં આવી હતી. જેના યજમાન તરીકે નિલેશભાઈ રાજગોરે લ્હાવો લઈ ભગવાન પરશુરામજી ની આરતી ઉતારી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા જિલ્લા પોલીસ વડા વિજય પટેલ, પાટણના જાણીતા બિલ્ડર બેબાભાઈ શેઠ, પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, ભાજપ અગ્રણી મનોજભાઈ પટેલ, મોહનભાઈ પટેલ, હેમંતભાઈ તન્ના, કિશોરભાઈ મહેશ્વરી, ભરતભાઈ ભાટીયા, યશપાલ સ્વામી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ ભગવાન શ્રી પરશુરામજી ની રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે પરશુરામ ભગવાન જન્મ જયંતી મહોત્સવ સમિતિના કન્વીનર અને પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આચાર્ય સહિત જગદીશ મંદિર ટ્રસ્ટ પરિવાર અને પરશુરામ ભગવાન જન્મ જયંતિ મહોત્સવ સમિતિ ના આગેવાનો દ્વારા તમામ મહાનુભાવોનું ભગવાન પરશુરામજી ની પ્રતિમા અને પુષ્પમાળા પહેરાવી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતેથી જવાહર બેન્ડના ભક્તિ સભર સુરો અને ડીજેના તાલ વચ્ચે પ્રસ્થાન પામેલી ભગવાન પરશુરામજીની રથયાત્રાનું ઠેર ઠેર પાટણના ધર્મ પ્રેમી નગરજનો દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. તો પાટણ શહેર જુનાગજ બજાર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા પણ પરશુરામ રથયાત્રાનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિંગળા ચાચર ચોકમાં ભગવાન પરશુરામજી ની રથયાત્રાનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે રથયાત્રા સમિતિ દ્વારા જુનાગજ ખાતે રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ જાળવનારા પોલીસ કર્મચારીઓ નું સ્વાગત સન્માન કરી આભાર વ્યક્ત કરાયો હતો.

આ રથયાત્રામાં પાંચ બગી, બે ઘોડે સવાર, 6 ઊટ સહિત બ્રહ્માકુમારી પરિવાર, ગાયત્રી મંદિર પરિવાર, બાપા સીતારામ પરિવાર, જલારામ મંદિર, વી એમ દવે હાઇસ્કુલ, પટણી સમાજ ના યુવાનોની રાક્ષસીટોળી સહિત 11 જેટલી વિવિધ સેવાકીય, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના ટેબલો જોડાયા હતા.તો નાના બાળકોએ સ્કેટિંગ રાસ કરી હિંગળાચાચર ખાતે અનોખું આકર્ષણ ઊભું કર્યું હતું.

રથયાત્રાના દર્શનાર્થે પધારેલા તમામ દર્શનાથીઓને સુંદર મજાની કાજુ, બદામ, સિંગદાણા, સાકર અને સુકી ખજૂર ના પ્રસાદની વ્યવસ્થા પણ રથયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવી હતી.રથયાત્રાના માર્ગો પર ઠેર ઠેર સેવાકીય સંસ્થાઓ દ્વારા ઠંડા પાણી, શરબત, ઠંડી છાશ જેવા સેવાકીય કેમ્પો પણ કાર્યરત બનાવવામાં આવ્યા હતા.

ભગવાન પરશુરામજી ની રથયાત્રા જગન્નાથ મંદિર પરિસર ખાતેથી પ્રસ્થાન પામી શહેરના હિંગળા ચાચર, ચતુર્ભુજ બાગ, જૂના ગંજ બજાર, પુનઃ હિંગળાચાચર થઈ મેઈન બજાર, ધીમટા નાકે થઈ અંબાજી મંદિર થી પુન: જગદીશ ભગવાનના મંદિર પરિસર ખાતે સંપન્ન બની હતી.જ્યાં રથયાત્રાનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ રથયાત્રામાં જોડાયેલા તમામ ભક્તોએ સમૂહમાં ભગવાન પરશુરામજીનો પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી.

પાટણ શહેરમાં નીકળેલી ભવ્યાતી ભવ્ય ભગવાન શ્રી પરશુરામજી ની રથયાત્રાને સાગોપાગ સફળ બનાવવા જિલ્લા પોલીસવડાના આદેશથી પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને રાજમાર્ગો પર ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવતા ભગવાન પરશુરામજી ની રથયાત્રા દીપી ઉઠી હતી.

ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે નીકળેલી રથયાત્રાને સફળ બનાવવા રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્ય સહિત જગદીશ મંદિર પરિસરના ટ્રસ્ટી મંડળ, રથયાત્રા સમિતિના કાર્યકરો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા બ્રહ્મ સમાજ સહિત અઢારે વરણના લોકોએ ભારે જહેમત ઉઠાવી ભગવાન શ્રી પરશુરામજી ની રથયાત્રાને યાદગાર બનાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા અધિક નિવાસી કલેક્ટર પ્રદિપસિંહ રાઠોડ નો વિદાય સમારંભ યોજાયો..

નવ નિયુક્ત નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલે ચાર્જ સાંભળ્યો… પાટણ તા....

પાટણ જિલ્લામાં 3 લાખ લોકોને ભાજપ સદસ્યતા સભ્ય તરીકે જોડવાનો પ્રદેશ દ્રારા ટાર્ગેટ અપાયો.

પાટણ સાંસદ નું સદસ્યતા સભ્ય તરીકે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી...