80 જેટલી સ્લીપીંગ લકઝરી દ્રારા સોમનાથ અને દ્વારકા નો તિથૅ યાત્રા પ્રવાસ યોજાશે..
વડીલો ને પ્રવાસ દરમ્યાન કોઈ તકલીફ ન પડે તે માટે આઈસીયુ વાન સાથે 15 તબીબો અને 550 સેવાર્થીઓ તિથૅ યાત્રા મા
જોડાશે..
75 વર્ષ ઉપરના વડીલો ની વડીલ વંદના સાથે દાતા પરિવારોને દ્વારકાધીશ ના સાનિધ્યમાં સન્માનિત કરાશે..
પાટણ તા. 21
42 લેઉવા પાટીદાર યુવા સંગઠન પાટણ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં જગન્નાથ ભગવાનની રથયાત્રા બાદ માગૅ ની સ્વચ્છતા કરવી, કોરોનાની મહામારી ના સમયે સતત 15 દિવસ સુધી તમામ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા દર્દીઓને સંતરા ના જ્યુસની સેવા પૂરી પાડવી, બનાસકાંઠા પુર હોનારત સમયે લોકોને મદદરૂપ બનવાની સેવા પ્રવૃતિ સાથે વર્ષ 2022 માં ગુજરાત સરકારની ધાર્મિક પ્રવાસ માટે કાર્યરત કરાયેલી શ્રવણ તીર્થ યોજનાનો લાભ લઇ સમાજના 2200 જેટલા સિનિયર સિટીઝનોને ખોડલધામ નો પ્રવાસ કરાવી કળીયુગમાં શ્રવણ ની કામગીરી કરનાર 42 લેઉવા પાટીદાર યુવા સંગઠન પાટણના યુવાનો દ્રારા સિનિયર સિટીઝનોને એક અનોખી અનુભૂતિનો અહેસાસ કરાવ્યો હતો. અને આ સિનિયર સિટીઝનો ના ધાર્મિક પ્રવાસની પ્રેરણા થી પ્રેરાઈને 42 લેઉવા પાટીદાર યુવા સંગઠન, પાટણ દ્વારા પુન: આગામી તારીખ 28 જુલાઈથી 30 જુલાઈ એમ ત્રિ દિવસીય સમાજના મહેસાણા અને પાટણ જિલ્લાના સિનિયર સિટીઝનો માટે સોમનાથ થી દ્વારકા સુધીની તિથૅ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.
ત્યારે સમાજના સિનિયર સિટીઝનો માટે આયોજિત કરાયેલી સોમનાથ થી દ્વારકા સુધીની તીર્થયાત્રા પ્રવાસની માહિતી પ્રદાન કરતા 42 લેઉવા પાટીદાર યુવા સંગઠન પાટણના કાર્યકરોએ જણાવ્યું હતું કે આ તીર્થયાત્રા એશિયા ખંડની સૌથી મોટી તીર્થયાત્રા બની રહેનાર હોય જે તીર્થયાત્રામાં 42 લેઉવા પાટીદાર સમાજના જ 3500 જેટલા સિનિયર સિટીઝનો જોડાવાના છે.
અને આ એક રેકોર્ડ બને તેમ હોય આ માટે યુવા સંગઠન દ્રારા લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને વલ્ડૅ બુક રેકોર્ડ સંસ્થા મા પણ આ તિથૅ યાત્રા નું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. 42 લેઉવા પાટીદાર સમાજના 3500 સિનિયર સિટીઝનો ને 80 કરતાં વધુ સ્લીપિંગ લક્ઝરી મારફતે પવિત્ર અધિક માસ ની તા. 28 મી જુલાઈ ની સાજે 7-00 કલાકે મહેસાણા અને પાટણ જિલ્લાના 53 ગામો માથી તિથૅ યાત્રા પ્રવાસ પ્રસ્થાન પામી તારીખ 29 મી જુલાઈ એ સવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પહોંચશે.
જ્યાં સ્વામિનારાયણ સંકુલમાં તમામ સિનિયર સિટીઝનો ચા પાણી નાસ્તો અને સ્નાન આદિ કરી શ્રી સોમનાથ દાદા ને સમૂહમાં ધજા ચડાવી દર્શન પ્રસાદનો લાભ લઇ બપોર બાદ આ સીનીયર સીટીઝનો ની તીર્થયાત્રા દ્વારકા જવા પ્રસ્થાન કરશે. અને દ્વારકા ખાતે રાત્રે પહોંચશે. જ્યાં વિવિધ ધર્મશાળાઓમાં તમામ સીનિયર સીટીજનો ને સુંદર મજાની રહેવા જમવાની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાશે.
અને તારીખ 30 મી જુલાઈ ને સવારે તમામ સિનિયર સિટિઝનો સમૂહ માં દ્વારકા ખાતે દ્વારકાધીશ ના દર્શન કરી મંદિર શિખર પર ધજા લહેરાવશે. બપોરે 4:00 વાગે દ્વારકા ખાતે આ તીર્થયાત્રા માં જોડાયેલા 75 વર્ષથી ઉપરના તમામ સિનિયર સિટીઝનો નું વડીલ વંદના તેમજ દાતા પરિવારોનું સન્માન કરવાનો કાર્યક્રમ આયોજિત કરાશે.
આ વડીલ વંદના અને દાતાઓના સન્માન કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ રમેશ ભાઈ ધડુક,પાટણના ધારા સભ્ય ડો. કિરીટ પટેલ, રાજકીય આગેવાન પરેશ ધાનાણી, દિનેશભાઈ કુંભાણી, જયેશ રાદડિયા, લલિત વસોયા સહિત સમાજના શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહેશે.
કાર્યક્રમ બાદ આ તીર્થયાત્રા પ્રવાસ પુનઃ પાટણ અને મહેસાણા જિલ્લામાં પરત ફરશે.
આ પ્રવાસ દરમિયાન 15 તબીબોની ટીમ આઇસીયુ વાન સાથે વડિલો ના આરોગ્ય ની કેર લેશે. સમાજના વડિલો ને તીર્થયાત્રા પ્રવાસ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ઉભી ન થાય તે માટે 42 લેઉવા પાટીદાર સમાજના 300 યુવાનો અને 250 યુવતીઓ પણ આ પ્રવાસ મા વડીલોની સેવા માટે વોકીટોકી સાથે કાર્યરત રહેશે. 42 લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા આયોજિત કરાયેલી સિનિયર સિટીઝનોની તીર્થયાત્રા પ્રવાસમાં જોડાનાર તમામ સિનિયર સીટીઝનો માટે રજીસ્ટ્રેશન ફી પેટે રૂપિયા 200 જમા કરાવવાના રહેશે. તો સમાજની વિધવા બહેનોને વિનામૂલ્ય આ તીર્થયાત્રા પ્રવાસ કરાવાશે.
42 લેઉવા પાટીદાર યુવા સંગઠન પાટણ દ્વારા આયોજિત આ સિનીયર સીટીઝન તીર્થયાત્રા, સોમનાથ-દ્વારકા દર્શનના મુખ્ય ઉદ્દેશો મા
- ૪ર સમાજના વડીલો વર્ષો પછી નિરાંતે એક બીજાને મળશે અને તેઓની લાગણીઓ પુનઃ જીવંત થશે.
- સામાજીક સંબંધો પરસ્પર મજબુત બનશે અને નવા સંબંધો આવકાર પામશે.
- સામાજીક રીતે નાના મોટા વિવાદો-પ્રશ્નો પૂર્ણ ચર્ચા માં આવશે અને તેના ઉકેલને દિશા મળશે.
- વર્ષોથી મન માં સોમનાથ દ્વારકા જોવાની/દર્શન કરવાની ઇચ્છા પૂર્ણ થશે અને જીવનમાં એક હાશકારો અનુભવાશે.
- વડીલો અને યુવાનો વચ્ચેની ગેપ ઓછી થશે, સંબંધો માં નવી ઉર્જા આવશે.
- સમાજના યુવાનો સમાજ સેવા થકી ચારિત્ર નિર્માણ ને મજબુત કરશે.
- વડીલો યાત્રામાં એક બીજા ને મળશે,વાતો કરશે જેના પરિણામે વડીલો ને માનસિક શાંતિ
નો અનુભવ કરશે આજના આ તણાવ ભરેલા જીવનમાં આવી શાંતિ બનવી જરૂરી બની ગઇ છે. - યુવાનો પણ મેનેજમેન્ટ, માનવતા સંવેદનાના જીવન ઉપયોગી પાઠ શીખશે તે રહેલો હોવાનું યુવા સંગઠનના કાર્યકરો એ જણાવ્યું હતું.