પાટણ વન વિભાગ દ્વારા બોર્ડર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારની રૂ. 2.79 કરોડ ની ગ્રાન્ટ માથી રણ સફારી તૈયાર કરાયું..
પાટણ તા. 10
ઉતર ગુજરાતમાં પાટણની ઐતિહાસિક વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ, સહસ્ત્રલિંગ તળાવ ,મોઢેરાનું સૂર્યમંદિર, સિદ્ધપુર નું કીર્તિ તોરણ, નેડાબેડ સીમા દર્શન બાદ હવે પાટણ માં રણ દર્શન માટે નવીન પ્રવાસન સ્થળ આકાર પામ્યું છે. જિલ્લા ની સરહદે કચ્છ-પાટણ અને બનાસકાંઠા બોર્ડર ઉપર ખાડા ટેકરા અને ઝાડ ઝાંખરી થી ગીચ જંગલ જેવા બોર્ડર એરિયામાં રણ દર્શન માટે વધુ એક પ્રવાસન પોઇન્ટ તંત્ર દ્વારા બનાવવા માં આવતા વિસ્તારની કાયાપલટ થઈ જવાં પામી છે.
વન વિભાગ દ્વારા બોર્ડર ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી 2.79 કરોડ ના ખર્ચ એવાલ ગામ પાસે 1 હેક્ટરમાં રણ સફારી બનાવવાનું મે 2022 માં શરૂ કરાયું હતું..
જેમાં પ્રવાસીઓ માટે રણદર્શન , વસવાટ કરતા પ્રાણીઓ નિહાળવાનો ટાવર સહીત રાત્રે રોકાણ માટેની અધતન સુવિધાઓથી સજ્જ રણ સફારી બનીને તૈયાર થઈ જતા એજન્સી દ્વારા વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યું છે જેનું ટૂંક સમયમાં લોકાપર્ણ કરી પ્રવાસી ઓ માટે ખુલ્લું મૂકવામાં આવનાર હોવાનું અને તેનો લાભ ઉત્તર ગુજરાત વાસી ઓ સહિત સમગ્ર ગુજરાતની પ્રજાને વધુ એક પ્રવાસન સ્થળ જોવાનો લ્હાવો મળશે. રણ સફારી પ્રોજેક્ટનું સંચાલન ઇકો ટુરીઝમ કમિટી દ્રારા કરાશે.
રણ સફારી ની સુવિધાઓમાં રિસેપ્શન, રણદર્શન માટે જીપ્સી ગાડીની વ્યવસ્થા, વોચ ટાવર,ઘુડખર , ચિંકારા , રણ લોકડી જેવા પ્રાણીઓ નિહાળવાનો પોઈન્ટ,ખુલ્લો ડાયનિંગ હોલ ( 50 લોકો ઍક સાથે ખુલ્લામાં બેસીને ભોજન લઇ શકે તેવી વ્યવસ્થા ),4 સિંગલ કોટેજ (રૂમ ),2 – ડબલ કોટેજ (રૂમ),10 લોકો સાથે રહી શકે તેવો હૉલ રૂમ ,બાળ ક્રીડા ઘર સહિત મનોરંજન માટેના સાધનો, પર્યટકો રણદર્શન સાથે પ્રાચીન મંદિરોના દર્શન કરી શકશે.
આ બાબતે માહિતી આપતા પાટણ વન વિભાગ અધિકારી બિંદુબેન પટેલે જણાવ્યું હતું કે રણ સફારી આસપાસના 10 થી 20 કિલોમીટરના અંતરમાં વરુણી માતાજી , ઇશ્વરીયા મહાદેવ, સંગત માતાના પ્રાચીન મંદિર , સરગુડી બેટ , ચારણકા સોલાર પ્લાન્ટ પણ જોઈ શકાશે. રણ સફારીમાં રોકાણ , ભોજન વ્યવસ્થા સહિતની સુવિધાઓ પ્રવાસીઓને મળી રહેશે સાથે સાથે રણ સફારીમાં જવા માટે પાટણ – રાધનપુર – સાંતલપુર – સાંતલપુર થી ગરામડી ગામ થી મઢુત્રા થી જાખોત્રા થી વૌવા થી એવાલ પાટણ થી 100 km ના અંતરે છે અને તે માટે 2 કલાક નો સમય લાગશે તેવું તેઓએ જણાવ્યું હતું.