google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પ્રધાનમંત્રી ની 100 મી મન કી બાત કાર્યક્રમને સફળ બનાવવા પાટણ રાણકી વાવ ખાતે કાર્યકર્તા બેઠક યોજાઈ..

Date:

આગામી લોકસભાની ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપી કાર્યકર્તાઓને સજ્જ કરાયા..

પાટણ તા. 22
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના ૧૦૦ મી મનકી બાત કાર્યકમ તેમજ આગામી લોકસભાની ચૂંટણી સહિત અન્ય કાર્યક્રમો અંતર્ગત ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર ની શનિવારે સાંજે વર્લ્ડ હેરિટેજ રાણી કી વાવ ખાતે બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા આગેવાનો સહિત શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઇ મહેશ્વરી, શહેર પ્રભારી સી.સી.ઠકકર, જિલ્લા ઉપપ્રમુખ દીલિપભાઇ જોષી, હેમંતભાઈ તન્ના, ચંદ્રકાંતભાઇ પટેલ, સુરેશ ભાઈ પટેલ, મહામંત્રી ગૌરવ મોદી, ધર્મેન્દ્રભાઇ પટેલ તેમજ જિલ્લા શહેરના પદાધિકારીઓ, પ્રદેશ,જિલ્લા,શહેર મોરચા પદાધિકારીઓ, શકિત કેન્દ્ર સંયોજકો, પ્રભારી ઓ,બુથ પ્રમુખો, BLO-2, વોટસએપ ઇન્ચાર્જ, નગર સેવકો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 100 મી ન કી બાત ના કાર્યક્રમને સફળ બનાવવા દરેક કાર્યકર્તાઓને સૂચનાઓ આપવા માં આવી હતી સાથે સાથે આગામી લોકસભાની ચૂંટણીને લઈને પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય તે માટે કામગીરી જવા ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યો હતો તો આ સાથે ભારતીય જનતા પાર્ટીના વિવિધ કાર્યક્રમોની તેમજ સરકારની વિવિધ યોજના ઓ જન જન સુધી પહોંચાડવા આહવાન કરવામાં આવ્યું હોવાનું પાટણ લોકસભા મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજી એ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

અમદાવાદ: રાહુલ ગાંધી બાદ હવે તેજસ્વી યાદવ ને અમદાવાદ ની કોર્ટનું તેડું, ગુજરાતી ઓને અપ માનિત કર્યાનો આરોપ

અમદાવાદ: રાહુલ ગાંધી બાદ હવે તેજસ્વી યાદવને અમદાવાદની કોર્ટનું તેડું, ગુજરાતીઓને અપમાનિત કર્યાનો આરોપ ~ #369News

ચાલું વર્ષે સરકાર 7 હજાર પદો પર ભરતી કરશે, પોલીસ વિભાગ માં મોટી જગ્યાઓ છે ખાલી

ચાલું વર્ષે સરકાર 7 હજાર પદો પર ભરતી કરશે, પોલીસ વિભાગ માં મોટી જગ્યાઓ છે ખાલી ~ #369News

પેપર લીક મામલે ગૃહની અંદર હર્ષ સંઘવીએ રજૂ કર્યું બિલ, કહ્યું પેપર નહીં માણસ ફૂટે છે

વિધાનસભાની અંદર પ્રથમ દિવસે જ જાહેર પરીક્ષાનું ગેરરીતી અટકાવનારું...