fbpx

કાંઝાવાલા કેસ: અંજલિનું મોત હિટ એન્ડ રન કે હત્યા? મિત્રના ખુલાસા બાદ ઉઠ્યા સવાલો

Date:

ઘટના સમયે અંજલી સાથે હાજર નિધિએ ખુલાસો કર્યો હતો કે કારમાં કોઈ મ્યુઝિક વાગી રહ્યું ન હતું, જેવું પોલીસ જણાવી રહી છે. ટક્કર માર્યા બાદ આરોપીઓ કારને થોડે પાછળ લઈ ગયા અને પછી અંજલિની ઉપરથી લઈ ગયા, જેના કારણે અંજલિ તેમની કારમાં ફસાઈ ગઈ

દિલ્હીના કાંઝાવાલા અકસ્માત કેસમાં સતત નવા ખુલાસા સામે આવી રહ્યા છે. અકસ્માતમાં અંજલી નામની યુવતીના મોત બાદ પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠી રહ્યા છે. હવે અંજલિની મિત્ર પણ આ મામલે આગળ આવી છે. ઘટના સમયે તે પણ તેની સાથે હાજર હતી. નિધિ નામની આ યુવતીએ ખુલાસો કર્યો છે કે ઘટના સમયે આરોપીને ખબર હતી કે અંજલિ તેમની કાર નીચે ફસાઈ ગઈ છે. આ પછી પણ આરોપીએ કાર ચલાવવાનું ચાલુ રાખ્યું હતું.

ઘટના સમયે અંજલી સાથે હાજર નિધિએ ખુલાસો કર્યો હતો કે કારમાં કોઈ મ્યુઝિક વાગી રહ્યું ન હતું, જેવું પોલીસ જણાવી રહી છે. ટક્કર માર્યા બાદ આરોપીઓ કારને થોડે પાછળ લઈ ગયા અને પછી અંજલિની ઉપરથી લઈ ગયા, જેના કારણે અંજલિ તેમની કારમાં ફસાઈ ગઈ. નિધિએ જણાવ્યું કે ઘટના સમયે તે ખૂબ ડરી ગઈ હતી. શું કરવું તે સમજાતું ન હતું. તે ઘરે લઈ જતી રહી. બીજે દિવસે ટીવી જોતા ખબર પડી કે અંજલિનું મૃત્યુ થઈ ગયું છે. આ પછી તેણે આ વાત તેની માતા અને નાનીને જણાવી. નિધિએ કહ્યું કે તેણે અને અંજલિએ પાર્ટી માટે હોટલમાં ભાડે રૂમ લીધો હતો. હોટલમાં તેમની સાથે અન્ય કેટલાક લોકો પણ હતા. ત્યાંથી નીકળ્યા બાદ બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો.

મેજિસ્ટ્રેટની સામે કલમ 164 હેઠળ નિધિનું નિવેદન નોંધવામાં આવ્યું છે. તે સમગ્ર કેસમાં ઘણું મહત્ત્વ ધરાવે છે. નિધિ જ એ વ્યક્તિ છે જેણે આખી ઘટના પોતાની આંખોની સામે બનતી જોઈ છે. નિધિએ જણાવ્યું હતું કે તેને એ વાતનો ડર હતો કે તે આ મામલામાં ફસાઈ જશે, આ ડર તેને સમયસર તેની મિત્રની મદદ કરવા ન દીધી. નિધિએ જણાવ્યું કે જ્યારે આ ઘટના બની ત્યારે અંજલિએ ખૂબ દારૂ પીધો હતો. તે હોશમાં ન હતી. એકવાર સ્કૂટી ચલાવતી વખતે તેમની એક ટ્રક સાથે પણ ટક્કર થવાની હતી. પરંતુ પછી કોઈક રીતે તે ઘટના ટળી ગઈ હતી. 

ઘટનાના બે દિવસ બાદ અંજલિ અને નિધિની મિત્રતા સામે આવી છે. હવે સવાલો એ ઉઠી રહ્યા છે કે તે બે દિવસ સુધી આ ઘટના પર મૌન કેમ હતી. સવાલ એ પણ છે કે તે અચાનક ત્યારે કેમ સામે આવી જયારે હોટલની બહાર લાગેલા સીસીટીવી સામે આવ્યા? પોલીસે આ મામલાને હિટ એન્ડ રનનો મામલો ગણાવ્યો છે, પરંતુ નિધિના નિવેદનો બાદ એવા ઘણા ખુલાસા થયા છે, જેના પછી પોલીસે યુવતીઓનો પીછો કરવો કે જાણીજોઈને કારથી તેમને કચડી નાખવાના એંગલથી તપાસ કરવી પડી શકે છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાધનપુર મા વરરાજા ની ધોળે દિવસે હત્યા કરીફરાર થયેલઆરોપી ને ગણતરી ના કલાકો LCB ટીમે ઝડપી લીધો..

રાધનપુર મા વરરાજા ની ધોળે દિવસે હત્યા કરીફરાર થયેલઆરોપી ને ગણતરી ના કલાકો LCB ટીમે ઝડપી લીધો.. ~ #369News

રાજકોટમાં અંધ શ્રદ્ધા ની પરાકાષ્ઠા પાર: પતિ પત્નીએ પોતાના જ મસ્તક હવન કુંડમાં હોમ્યા

રાજકોટમાં અંધ શ્રદ્ધા ની પરાકાષ્ઠા પાર: પતિ પત્નીએ પોતાના જ મસ્તક હવન કુંડમાં હોમ્યા ~ #369News

સિધ્ધપુર હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થઈ રહેલ ક્રેટા ગાડી ને પાટણ LCB ટીમે આબાદ ઝડપી..

સિધ્ધપુર હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને પસાર થઈ રહેલ ક્રેટા ગાડી ને પાટણ LCB ટીમે આબાદ ઝડપી.. ~ #369News