fbpx

ચાલું વર્ષે સરકાર 7 હજાર પદો પર ભરતી કરશે, પોલીસ વિભાગ માં મોટી જગ્યાઓ છે ખાલી

Date:

મોટી સંખ્યામાં પોલીસ વિભાગની ભરતીમાં યુવાનો ઉમેદવારી નોંધાવે છે. ત્યારે ગત વર્ષે થયેલી ભરતી બાદ ફરીથી ભરતી યોજવામાં આવશે. પીએસઆઈ 1433, એએસઆઈ 740, હેડ કોન્સ્ટેબલ 2035 જેવી જગ્યા ખાલી.

અગાઉ પોલીસ વિભાગમાં જગ્યા ખાલી હોવાનું સરકારે સ્વિકાર્યું છે. 22,294 પદ ખાલી હોવાનું રાજ્ય સરકારે સ્વીકાર્યું હતું. જેમાંથી ચાલું વર્ષે 7 હજાર પદો પર ભરતી કરવામાં આવશે. મોટી સંખ્યામાં પોલીસ વિભાગની ભરતીમાં યુવાનો ઉમેદવારી નોંધાવે છે. ત્યારે ગત વર્ષે થયેલી ભરતી બાદ ફરીથી ભરતી યોજવામાં આવશે.

પોલીસ વિભાગમાં કેટલી જગ્યા ખાલી

પીએસઆઈ 1433

એએસઆઈ 740

પોલીસ કોન્સ્ટેબલ 11,908

હેડ કોન્સ્ટેબલ 2035

પોલીસ કોન્સ્ટેબલ હથિયારી 5198

પોલીસ કોન્સ્ટેબલ બિનહથિયારી 483

આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર 354

લોકરક્ષક દળની અગાઉ એપ્રિલ 2022માં થઈ હતી ભરતી

લોકરક્ષક દળની પરીક્ષાની લેખિત પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજવામાં આવી હતી. ભરતીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. એલ.આર.ડી.ની 10,459 જગ્યા માટે ભરતી જાહેર કરાઇ હતી. બિન હથિયારી કોન્સ્ટેબલની 5212 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. હથિયારી કોન્સ્ટેબલની 797 અને એસ.આર.પી. કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતીની પરીક્ષા લેવાઈ હતી. એપ્રિલ મહિનામાં 2.94 લાખ રાજ્યના વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પોલીસ ભરતીમાં અગાઉ પરીક્ષા યોજાયા બાદ ખાલી જગ્યાને લઈને આજે વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં સવાલ કરાયો હતો. ત્યારે ફરીથી ભરતીઓ પોલીસ વિભાગમાં આવશે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ત્રણ દરવાજા સ્થિત શ્રી સધી માતાજી મંદિર પરિસર ખાતે ભક્તિ સભર માહોલમાં રમેલ યોજાઈ..

પાટણના ત્રણ દરવાજા સ્થિત શ્રી સધી માતાજી મંદિર પરિસર ખાતે ભક્તિ સભર માહોલમાં રમેલ યોજાઈ.. ~ #369News

પાટણ ઓકસફર્ડ ઇંગ્લિશ સ્કૂલ નું સી.બી.એસ.ઇ.નું સતત 13 મા વર્ષે પણ 100℅ પરિણામ..

પાટણ ઓકસફર્ડ ઇંગ્લિશ સ્કૂલ નું સી.બી.એસ.ઇ.નું સતત 13 મા વર્ષે પણ 100℅ પરિણામ.. ~ #369News