ડ્રગ્સની હેરાફેરીના કેસ હેઠળ પટિલાયા કોર્ટે ગુજરાત એટીએસની ટ્રાન્ઝિટ રિમાન્ડની અરજી મંજૂર કરતા વિશેષ ટીમ લોરેન્સને ગુજરાત લાવશે.
દેશના અનેક રાજ્યોમાં આતંક મચાવનાર બહુચર્ચિત કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી સોમવારે ગુજરાત એટીએસએ પટિયાલા હાઉસ કોર્ટમાંથી મેળવી લીધી છે. ત્યારે મંગળવારે એટલે કે આજે લોરેન્સ બિશ્નોઈને કચ્છ લવાશે અને ભુજ કોર્ટમાં રજૂ કરાશે. ડ્રગ્સની હેરાફેરીના કેસ હેઠળ પટિલાયા કોર્ટે ગુજરાત એટીએસની ટ્રાન્ઝિટ રિમાન્ડની અરજી મંજૂર કરતા વિશેષ ટીમ લોરેન્સને ગુજરાત લાવશે.
કચ્છના માર્ગે પાકિસ્તાનથી ભારતમાં લગાવેયાલ ડ્રગ્સના કેસમાં લોરેન્સની સંડોવણી હોવાની આશંકાના આધારે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભૂજ કોર્ટમાં લોરેન્સને રજૂ કર્યા બાદ રિમાન્ડ મગાશે અને ત્યાર બાદ એટીએસની ટીમ લોરેન્સની પૂછપરછ હાથ ધરશે. મીડિયા અહેવાલ મુજબ, અગાઉ ડ્રગ્સ કેસમાં ફસાયેલા અન્ય આરોપીઓએ લોરેન્સ બિશ્નોઈનું નામ આપ્યું હતું. પંજાબની જેલમાંથી લોરેન્સ બિશ્નોઈએ ડ્રગ્સ મગાવ્યું હોવાનો આરોપ છે.
અગાઉ 6 પાકિસ્તાની સહિત 8 લોકોની ધરપકડ
અગાઉ આ કેસમાં 6 પાકિસ્તાની સહિત 8 લોકોની ધરપકડ કરાઈ હતી. આ કેસમાં ગુજરાત એટીએસ દ્વારા પ્રોડક્શન વોરંટ જાહેર કરાયું હતું, જે હેઠળ ગુજરાતના NDPSના એક કેસમાં લોરેન્સ બિશ્નોઇની પૂછપરછની માગ કરવામાં આવી હતી. પટિયાલા હાઉસની NIA કોર્ટમાં લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ માટે અરજી કરાઈ હતી જે મંજૂર થતા હવે બિશ્નોઇની ગુજરાત એટીએસ પૂછપરછ હાથ ધરશે.