પાટણ તા. 25
પાટણ જિલ્લા ના શંખેશ્વર રોડ પર દુધ સાગર ડેરીના ડ્રાયવર ને ચાલુ ગાડી માં એટક આવતા ડ્રાઇવરે સમય સુચકતા વાપરી ગાડી સાઈડ માં કરી દીધી હતી અને ગાડીમાંથી નીચે ઉતરતાજ ડ્રાઇવર ઢળી પડ્યો હતો જેને 108 મારફતે સામુહીક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાતા પરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
આ બનાવની મળતી હકીકત મુજબ
પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોને અચાનક એટક આવવાના બનાવોના કારણે આવા યુવાનો ના મોત થવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે થોડા દિવસ પહેલા રાધનપુર ના એસ ટી ડ્રાઇવર ને ચાલુ બસે એટક આવતા તેનું મોત થયું હતું ત્યારે આજે મહેસાણા દુધ સાગર ડેરીનું ટાટા 407 લઈ શંખેશ્વર બોલેરા કરસન પુરા ખંડીયા થઈ મુજપુર નુ દુધ હારીજ ખાતે પહૌંચાડે છે તે ગાડી ના ડ્રાયવર અબ્દુલભાઈ રજ્જાક અબ્બાસ ભાઈ બેલીમ ને ચાલુ ગાડીએ એટેક આવતાં ડ્રાઇવર એ પોતાની સમય સુચકતા વાપરી પોતાનો ટેમ્પો રોડ સાઇડે ઉભો રાખી નીચે ઉતરતાની સાથે જ સ્થળ પર ઢળી પડતા ગાડી ના ડ્રાઇવર ને 108 મારફતે સામુહીક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયો હતો જ્યાં ફરજ પરના તબીબો એ તેને મૃત જાહેર કર્યો હતો.
દૂધસાગર ડેરીમાં ફરજ બજાવતા ડ્રાઇવર નું એટક થી મોત થતા ડેરી ના કર્મચારીઓમાં તેમજ મૃતકના પરિવાર માં શોક નું મોજું ફરી વળ્યું હતું.