fbpx

પાટણ માંથી નીકળનારી ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રામાં પ્રથમ વાર ભૂદેવો ભગવાન શ્રી પરશુરામજી ના રથ સાથે જોડાશે..

Date:

ગુજરાતની બીજા નંબરની અને ભારતભરના ત્રીજા નંબરની પાટણની રથયાત્રામાં મહિલાઓ માટે અલાયદી પોલીસ વ્યવસ્થા કરાશે.

રાજકીય આગેવાનો, સંતો મહંતો અને વિવિધસમાજ ના મહાનુભાવોને રથયાત્રામાં પધારવા નિમંત્રણ પાઠવતા ટ્રસ્ટીઓ..

પાટણ તા. 3
પાટણમાં નીકળનારી ભારતભરની ત્રીજા નંબરની અને ગુજરાતના બીજા નંબરની ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રામાં રાજકીય આગેવાનો વિવિધ સમાજના મહાનુ ભાવો અને સંતો મહંતોની સાથે સાથે સમસ્ત બ્રહ્મ સમાજ માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હોવાનું શ્રી જગન્નાથ રથ યાત્રા સમિતિના કન્વીનર અને જગદીશ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું.

આગામી તારીખ 20 જુન ના રોજ પાટણ શહેરના શ્રી જગદીશ ભગવાનના મંદિર પરિસર ખાતેથી નીકળનારી ભગવાન જગન્નાથજી ની 141 મી રથયાત્રાનું કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવશે. આ પ્રસંગે પરમ પૂજ્ય વાગિશ બાવા સહિતના સંતોની સાથે સાથે રાજકીય આગેવાનો, વિવિધ સમાજ ના મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યા માં બ્રહ્મ સમાજ જોડાશે.પાટણમાં નીકળનારી ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રાને લઈને રથયાત્રા સમિતિના કન્વીનર સહિત ટીમ સાથે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ ના ટ્રસ્ટી મંડળ, બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા રાજકીય આગેવાનો,વિવિધ સમાજ ના મહાનુભાવો, સંતો મહંતોને રૂબરૂ મળી ને નિમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે.

ત્યારે ગતરોજ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને બ્રહ્મ સમાજ ના આગેવાનો દ્વારા પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી, પાલનપુર ના ધારાસભ્ય અનિકેત ભાઈ, ગુજરાત બ્રહ્મ સમાજ ના પ્રમુખ પિનાકીન ભાઈ જાની, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ રાજગોર, બનાસ કાંઠા જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ જોશી, ગુજરાત બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ હરગોવનભાઈ શિરવાડિયા, મહિલા આયોગ ના પૂર્વ સદસ્ય ડો. રાજુલ દેસાઈ, પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર સહિતના રાજકીય આગેવાનોને રૂબરૂ મળીને ભગવાન જગન્નાથજીની 141 મી રથયાત્રામાં ઉપસ્થિત રહેવા માટે માટેનું નિમંત્રણ પાઠવવામાં આવ્યુ હતું.

જે નિમંત્રણનો સહર્ષ સ્વીકાર કરી રાજકીય, સામાજિક આગેવાનોએ ભગવાન જગન્નાથજી ના ઉત્સવમાં સહ ભાગી બનવા હકારાત્મક અભિગમ દાખવ્યો હતો.સાથે સાથે જગદીશ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા પાટણ ના નવા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સહિત પાટણ જિલ્લા અદાલતના તમામ જસ્ટિસોને પણ ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રામાં પધારવા માટે નિમંત્રણ પાઠવવામાં આવ્યું હોવાનું ટ્રસ્ટી મંડળે જણાવ્યું હતુ.આગામી 20 જૂન ને અષાઢ સુદ -2 નાં પવિત્ર દિવસે પાટણ શહેરમાં ભગવાન જગન્નાથજી ની નીકળનારી 141 મી રથયાત્રા માં ભગવાન પરશુરામ નો દિવ્ય રથ રાખવામાં આવશે. જેમા તમામ ભૂદેવો આ રથ સાથે મોટી સંખ્યા માં જોડાશે. આ રથ ની સાથે સ્પે.ડી.જે. રાખવા માં આવશે જેમાં ફક્ત ભક્તિ ગીતોના સુર વાગશે જેમા વિશેષ કરીને ભગવાન પરશુ રામ ને અનુલક્ષી ને ગીતો વગાડવામાં આવશે.

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં બ્રહ્મ એકતા બતાવવા નો સુવર્ણ અવસર હોઇ ખૂબ મોટી સંખ્યા માં ભૂદેવો પરશુરામ નાં રથ સાથે પોતાની હાજરી આપશે જેના કારણે બ્રહ્મ સમાજના લોકો નો એક બીજા સાથે પરિચય કેળવાશે અને સમાજના બીજા સમુદાય ને પણ પ્રેરણા મળશે.આ રથયાત્રામાં ખુબજ શિસ્ત બધ્ધ રીતે ભૂદેવ ભાઈઓ પોતાના ખાસ પહેરવેશ પીતાંબર અને ઝભ્ભો પહેરીને તેમજ બહેનો અને માતાઓ સાડી પહેરીને જોડાઈ તેવી ખાસ વિનંતી કરવામાં આવી છે.ચાલુ સાલે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં બહેનો માટે વિશેષ પોલીસ બંદોબસ્ત ની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનુ જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ડો.બાબા સાહેબ આંબેડકર જન્મ જયંતી ના ઉપલક્ષ્યમા અનુ સુચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાન નો પ્રારંભ કરાયો…

ડો.બાબા સાહેબઆંબેડકર જન્મ જયંતીના ઉપલક્ષ્યમા અનુસુચિત જાતિ મોરચા દ્વારા યુવા જોડો અભિયાનનો પ્રારંભ કરાયો… ~ #369News

પાટણના ૐ જીવ દયા ચેરીટેબલ ટ્રસ્ટને દાતાઓ તરફથી રોટી મેકર મશીન અપૅણ કરાયું..

દાતાઓના દાનની સરાહના માટે ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન સમારોહ...

પાટણ શહેર સહિત જિલ્લાના સમી અને હારીજ તાલુકા માં મોડી સાંજે વાતાવરણ પલટાયુ.

હારીજ- સમી પંથકમાં મીની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો.. પાટણ તા....