પાટણ જિલ્લામાંથી હજ યાત્રાએ જનારા 250 જેટલા હજીયાત્રીઓએ માર્ગદર્શન કેમ્પનો લાભ લીધો..
ગુજરાત હજસમિતિના માસ્ટર ટ્રેનરો દ્વારા હજની વિશેષ તાલીમ આપી હજ યાત્રિકો ના મુંઝવતા પ્રશ્નોના જવાબ અપાયા.
પાટણ તા. 25
ગુજરાત રાજ્ય હજ કમીટી અને પાટણ હાજી ખિદમત કમીટીના સંયુકત ઉપક્રમે પાટણના મોટા મદ્રેસા ખાતે આગામી પવિત્ર હજ્જની સફરે જનારા જીલ્લાના 250 ઉપરાંત હજયાત્રિકોનો બુધવારે તાલીમ અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવા માં આવ્યુ હતું. આ માર્ગદર્શન તાલીમ કેમ્પ માં હજયાત્રિકોને પવિત્ર હજ્જની સફર અંગે યોગ્ય માર્ગદર્શન હજસમિતિના તાલીમ બધ્ધ ટ્રેનરો દ્વારા આપવામાં આવ્યું હતું.
આગામી પવિત્ર હજ્જની સફરે જનારા પાટણ જીલ્લાના 250 ઉપરાંત હજયાત્રિકોનો તાલીમ અને માર્ગદર્શન ગુજરાત રાજય હજસમિતિ દ્વારા નિયુકત કરેલા માસ્ટર ટ્રેનર મો.આરીફ, માસ્ટર હતીફ પટેલ અને મુફતી અશરફ સાબ દ્વારા પુરુષ-મહિલા હજયાત્રિકોને હજ્જની સફર દરમિયાન કેવા પ્રકારની સાવચેતી રાખવી, હજ્જ દરમિયાન કાબાના તવાફ કેવી રીતે કરવા, મદીના શરીફમાં જઇને કેવા પ્રકારની ઈબાદત કરવી, પોતાના માલ સામાન અંગે શું કાળજી રાખવી સહિત ની વિવિધ બાબતોનું માર્ગદર્શન પુરુ પાડી આખા હજ્જ દરમિયાન ની તમામ પ્રકારની વિશેષ તાલીમ આપવામાં આવી હતી.
આ પૂર્વે મોટા મદ્રેસાના મૌલાના અશરફ દ્વારા હજ્જની શરુઆત કેવી રીતે કરવી અને સફર દરમિયાન શું કાળજી લેવી તેની સંપૂર્ણ માહિતી પુરી પાડવામાં આવી હતી. પાટણ જીલ્લા ના તમામ તાલુકાઓમાંથી ઉપસ્થિત હજયાત્રિકો માટે ગુજરાત રાજય હજસમિતિ મારફતે તેમજ ખાનગી ટુર મારફતે જનારા 250 ઉપરાંત હજયાત્રિકોનો આ તાલીમ અને માર્ગદર્શન કેમ્પ દિવસ દરમિયાન ચાલુ રહ્યો હતો. આ પ્રસંગે કેમ્પના અંતમાં તમામ હજયાત્રિકોનો હજજની સફર સંપૂર્ણપણે સફળ રહે તે માટે મોટા મદ્રેસાના મોહતમીમ મૌલા ના ઇમરાન સાબ પટનીએ દુઆ કરી હતી.
આ કેમ્પને સફળ બનાવવા માટે પાટણ હાજી ખિદમત કમીટીના તમામ સભ્યોએ ખડેપગે હાજર રહી સફળ બનાવ્યો હતો. આ કેમ્પમાં મહિલા હજયાત્રિકો માટે તાલીમની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી હતી. અંતમાં હજયાત્રિકોના સવાલોના જવાબ આપવામાં આવ્યા હતા.