fbpx

પાટણની કર્મભૂમિ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ પ્રસંગે નવદુર્ગા પૂજન કરવામાં આવ્યું..

Date:

સોસાયટીની બાળાઓએ માતાજીના રૂપ ધારણ કરતાં તેઓની પુજા અચૅના કરાઈ..

પાટણ તા. 24
આસો સુદ નવરાત્રિની ભક્તિમય માહોલમાં ઉજવણી થઈ રહી છે ત્યારે નવરાત્રિના નવમા નોરતે શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલ કર્મભૂમિ સોસાયટી ના રહીશો દ્વારા નવદુર્ગાનું પૂજન કરવામાં આવ્યું હતું.
સોસાયટીની નાની બાળાઓ નવ દુર્ગા બની હતી જેઓની પૂજા અર્ચના તથા પાદુકા પૂજન કરી નવદુર્ગાનું પૂજન કરવામાં આવ્યુ હતું.

કર્મભૂમિ સોસાયટીમાં છેલ્લા ૨૮ વર્ષથી નવરાત્રી પવૅ મા માતાજીની આરાધના કરવામાં આવે છે અને છેલ્લા ત્રણ વર્ષથી નવરાત્રી મહોત્સવ દરમિયાન નવદુર્ગાનું પૂજન કરવામાં આવે છે.

સોસાયટીના ભાઈઓ તથા બહેનો દ્રારા નવદુર્ગા બનેલ બાળાઓને વિવિધ ભેટ સોગાદો આપી તેઓનું પૂજન કરી આરતી સાથે આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. દશેરાના દિવસે નવચંડી યજ્ઞ સોસાયટીના ચાચર ચોકમાં કરી નવરાત્રીની પૂર્ણાહુતિ કરવામાં આવશે તેવું સોસાયટીના રહિશ સતિષભાઇ સ્વામીએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ભગવાન શ્રી પરશુરામજી ના જન્મ જયંતી પર્વને અનુલક્ષીને વિષ્ણુ યજ્ઞ કરાયો..

જગદીશ મંદિર ખાતે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં બ્રહ્મ સમાજના...

રાજયના ગૃહ વિભાગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં અને DYSP કચેરી માં સોલાર સિસ્ટમ કાયૅરત કરી..

રાજયના ગૃહ વિભાગે રાધનપુર પોલીસ સ્ટેશનમાં અને DYSP કચેરી માં સોલાર સિસ્ટમ કાયૅરત કરી.. ~ #369News