પાટણ તા. 2
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સાબરકાંઠાની આર્ટસ કોલેજ તખતપુર કોલેજની વિદ્યાર્થીની ભાર્ગવી વગીશકુમાર ભગોરાએ ખેલો ઇન્ડિયા માં આર્ચરીની સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી કોલેજ તેમજ યુનિવર્સિટી નું નામ રોશન કર્યું છે તેણી આગામી દિવસો માં સિંગાપોર ખાતે રમાનાર એશિયા કપ ની જુનિયર ઇન્ડિયા ટીમ માં પણ પસંદગી પામી છે.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવ ર્સિટી સંલગ્ન કોલેજના સિલ્વર ગોલ્ડ અને બ્રાન્ચ મેડલ મેળવનાર 11 ખેલાડીઓ ભારત સરકાર આયોજિત ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે 25 મેં થી 3 જૂન સુધી યોજાયેલ ખેલો ઇન્ડિયામાં જુડો, ટેનિસ, ફેન્સિંગ અને આર્ચરી એમ ચાર સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે ગયા છે. જેમાં ખેલો ઇન્ડિયા માં શુક્રવારે યોજાયેલી આર્ચરી સ્પર્ધા માં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની ગોલ્ડમેડલ ખેલાડી ભાર્ગવી ભગોરાએ સિલ્વર મેડલ મેળવ્યો હતો.અને આર્ટસ કોલેજ તખતપુર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.
આગામી તા. 3 થી તા. 11 સિંગાપોર ખાતે રમાનાર એશિયા કપ ની જુનિયન ઇન્ડિયન ટીમ માં ભાર્ગવી વગીશ કુમાર ભગોરાની પસંદગી થઈ છે જેમાં ઇન્ડિયા ટીમના 22 જેટલા ખેલાડીઓ,કોચ સાથે શુક્રવારે દિલ્લી થી સિંગાપુર ખાતે રમવા જશે તેવું યુનિવ ર્સિટી ના શારીરિક નિયામક ડો. ચિરાગ પટેલે જણાવ્યું હતું.