fbpx

વિજાપુર સ્વામિનારાયણ સાયન્સ કોલેજમાં MSC સેમ-4 ની પ્રેક્ટીકલ પરીક્ષા મા 11 વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા પકડાયા..

Date:

વિદ્યાર્થીઓ સામે કોપી કેસ નહિ કરવાનું જણાવી કોલેજ સંચાલકોએ યુનિ.ના ત્રણ નિરીક્ષકોને બંદક બનાવ્યા હોવાના આક્ષેપ..

શિક્ષણ આલમમાં ટોક ઓફ ધ ટાઉન બનેલા આ બનાવની સત્યતા જાણવા યુનિવર્સિટીએ ચક્રો
ગતિમાન બનાવ્યા..

ત્રણેય નિરીક્ષક પ્રોફેસરોને યુનિવર્સિટી ખાતે બોલાવી સત્યને બહાર લાવી કાયદેસરની કાયૅવાહી કરાશે..

પાટણ તા. 5
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એમએસસી સેમ-4 ની પ્રેક્ટીકલ પરીક્ષા દરમિયાન વિજાપુરની શ્રી સ્વામિનારાયણ સાયન્સ કોલેજમાં 11 જેટલા વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા પકડાયા હોય જે બાબતે કોલેજ સંચાલકો દ્વારા યુનિવર્સિટી ના નિયુક્ત કરાયેલા ફરજ પરના નિરીક્ષકોને કોપી કેસ નહીં કરવાની ધમકી આપી બંધક બનાવવાનો મામલો શિક્ષણ આલમમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યા છે. ત્યારે આ મામલે યુનિવર્સિટી દ્વારા પણ તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું અને ફરજ પરના ત્રણેય નિરીક્ષકો ને યુનિવર્સિટી ખાતે બોલાવી હકીકત જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવનાર હોવાનું યુનિવર્સિટીના કાર્યકારી રજીસ્ટર ડો ચિરાગ પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ છે.

શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવે તેવી ઘટનાની મળતી હકીકત મુજબ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગતરોજ એમએસસી સેમેસ્ટર-4 ની પ્રેક્ટીકલ પરીક્ષા લેવામાં આવી હતી.જે પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ઊભી ન થાય તે માટે યુનિવર્સિટી દ્વારા નિરીક્ષકોની નિયુક્તિ કરવા માં આવી હતી. જે પૈકીના ત્રણ પ્રોફેસર નિરીક્ષકો ડો. દીપિકા, ડો.શ્વેતા અને ડો. હિમાંશુ ને વિજાપુર શ્રી સ્વામિનારાયણ સાયન્સ કોલેજમાં નિરીક્ષક તરીકે ફરજ સોંપવામાં આવી હતી.ત્યારે પરીક્ષા દરમિયાન આ કોલેજમાં 11 જેટલા વિદ્યાર્થીઓ કોપી કેસ કરતા નિરીક્ષકો ના ાથે ઝડપાયા હતા. ત્યારે કોલેજ સંચાલકોએ યુનિવર્સિટી દ્વારા મુકાયેલા ઉપરોક્ત ત્રણેય નિરીક્ષકો ને વિદ્યાર્થીઓ સામે કોપી કેસ નહીં કરવા નું જણાવી ત્રણેય પ્રોફેસરોને બંધક બનાવ્યા હતા.

આ મામલે નિરીક્ષક પ્રોફેસરો દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોને સગડી હકીકત ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવતા યુનિવર્સિટી ના સત્તાધિશો દ્વારા આ મામલે યુનિવર્સિટી ના પરીક્ષા વિભાગને અવગત કરી હકીકત જાણવા જણાવ્યું હતું.ત્યારે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા આ મામલે તપાસ હાથ ધરી હકીકતમાં નિરીક્ષકો ની સત્યતા જણાતા મહેસાણા પોલીસને જાણ કરી બંદક બનાવેલા ત્રણેય નિરીક્ષકોને સહી સલામત મહેસાણા ખાતે લાવવામાં આવ્યા હતા.અને આ મામલે યુનિવર્સિટીએ વિજાપુરની સ્વામિનારાયણ સાયન્સ કોલેજ મા બનેલી ઘટનાની ગંભીરતા સમજી ફરજ પરના ત્રણેય નિરીક્ષકોને પાટણ યુનિવર્સિટી ખાતર બોલાવી સમગ્ર બનાવવાની સત્યતા જાણવાનો પ્રયાસ હાથ ધરાશે અને કસુંરૂવાર સાબિત થયે શ્રી સ્વામિનારાયણ સાયન્સ કોલેજ વિજાપુરની માન્યતા રદ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું યુનિવર્સિટીના કાર્યકારી રજીસ્ટાર ડો.ચિરાગ પટેલે જણાવ્યું હતું.

જોકે આ મામલે વિજાપુર ની સ્વામિનારાયણ સાયન્સ કોલેજ ખાતે કોપી કેસ કરતા પકડાયેલા 11 વિદ્યાર્થીઓ સામે કોપી કેસ નહીં કરવાની ધમકી આપી યુનિવર્સિટી દ્વારા નિયુક્ત કરાયેલા નિરીક્ષકોને કોલેજ સંચાલકો દ્વારા બંધક બનાવ્યા હોવાની વાતને વિજાપુર ની સ્વામિ નારાયણ સાયન્સ કોલેજના સંચાલકો પાયા વિહોણી અને સંસ્થાને બદનામ કરવાની ગણાવી હતી.ત્યારે શિક્ષણ આલમમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી આક્ષેપ પ્રતિઆક્ષેપ વચ્ચે ની આ ઘટના ની સત્યતા બહાર લાવવામાં આવે તેવું શિક્ષણ આલમ ઈચ્છી રહ્યુ છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાજકોટમાં કેન્દ્રના ક્લાસ વન અધિકારીને સીબીઆઈએ લાંચમાં ઝડપી લેતા કર્યો આપઘાત

રાજકોટમાં કેન્દ્રના ક્લાસ વન અધિકારીને સીબીઆઈએ લાંચમાં ઝડપી લેતા કર્યો આપઘાત ~ #369News

પાટણ નગરપાલિકાના 50 લાખ સુધીની મર્યાદા ના 72 કામો ની તાંત્રિક અને વહીવટી મંજૂરી અર્થે બેઠક મળી..

પાટણ નગરપાલિકા ખાતે તાંત્રિક અને વહીવટી કમિટીની અગાઉ મળેલી...

પાટણમાં પ્રથમવાર હાથીની અંબાડી ઉપર શિવ પુરાણ સાથે 12 જ્યોતિર્લિંગની શોભાયાત્રાનીકળી.

શોભાયાત્રા મા મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જોડાઈ દર્શન નો...

યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે મોહનલાલ પટેલ અને ઉમાશંકર જોષી વ્યાખ્યાન માળાનું આયોજન કરાયું..

કુલપતિ સહિતના તજજ્ઞ વક્તાઓ દ્વારા બન્ને સાહિત્યકારો નાં જીવન...