ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. ભ્રષ્ટાચાર સહીતના મામલામાં સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાત પોલીસમા બેડામાં બાજ નજર રાખવામાં આવી રહી છે. કેમ કે, હજુ 12 અધિકારીઓ રડારમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આજે 3 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. ભ્રષ્ટાચાર સહીતના મામલામાં સસ્પેન્ડ કર્યા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાત પોલીસમા બેડામાં બાજ નજર રાખવામાં આવી રહી છે. કેમ કે, હજુ 12 અધિકારીઓ રડારમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે.
ગૃહરાજ્ય મંત્રીએ તવાઈ બોલાવતા આજે એક જ દિવસમાં 3 અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ બોલાવાતા એક જ દિવસમાં આ નિર્ણય લીધો છે. ભ્રષ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે.
એક પીઆઈ સ્ટેટમોનિટરીંગ સેલના હોવાની ચર્ચા, શું 30 કરોડ લીધા ?
સ્ટેટ મોનિટરીંગ સેલમાં એક પીઆઈ હોવાની પણ ચર્ચા છે. કબૂતરબાજીમાં સંડોવાયેલા બોબીની ધરપકડ કરાઈ છે ત્યારે તેના પાસેથી 30 કરોડ લેવાયા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. ભ્રષ્ટાચારના ગેરવહીવટ બદલ આ કાર્યવાહી કરાઈ હોવાની પણ જાણકાર છે. આ સિવાય અન્ય પ્રકારના ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હોવાની પણ ચર્ચા છે. ત્યારે પોલીસ બેડામાં પણ ફફડાટ પેઠો છે. ગુજરાત પોલીસમાં લાંચ લેવાની ઘટનાઓ અગાઉ પણ સામે આવતી રહી છે ત્યારે આ મામલ ગૃહ રાજ્યમંત્રીએ કડકડાઈ દાખવી છે.
ગૃહ વિભાગમાં કડક હાથે કામગિરી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. ગત વખતે ગૃહમંત્રી તરીકેનો કાર્યભાળ સંભાળ્યા બાદ અનેક મોટા નિર્ણયો ડ્રગ્સની બદીઓ સામે સફાયોટ બોલાવવાના તેમના સમયમાં લેવાયા છે ત્યારે બીજી વખત તેઓ સત્તામાં આવ્યા બાદ સરાહનીય અને અસરકારક કામગિરીના કારણે ગૃહમંત્રી બનાવવામાં આવ્યા છે ત્યારે તેમને વિભાગમાં કડક હાથે કામગિરી શરુ કરી છે. આ સાથે જ સીધો મેસેજ આપવામાં આવ્યો છે કે, કોઈ પણ પ્રકારે ચલાવી લેવામાં નહીં આવે.
તેમાં પણ ખાસ કરીને ભ્રષ્ટાચાર જેવી બાબતોને લઈને ગૃહમંત્રીએ વિભાગમાં જ તવાઈ બોલાવતા આજે એક સાથે 3 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે ત્યારે વધુ નિર્ણય આગામી સમયમાં લેવાઈ શકે છે.