fbpx

પાટણ હાર્ટ હોસ્પિટલ ની શુભેચ્છા મુલાકાત લેતા જિલ્લા કલેકટર અરવિંદ વિજયન.

Date:

ડોક્ટર દેવેન્દ્ર શર્મા દ્વારા કલેકટરને રાણકીવાવ ની પ્રતિકૃતિ અર્પણ કરી આવકાર્યા..

પાટણ તા. 21
પાટણ ઊંઝા હાઇવે પર આવેલા એપોલો કોમ્પ્લેક્સ માં નવ નિર્માણ પામેલી પાટણ જિલ્લાની સૌ પ્રથમ હાર્ટ સ્પેશિયાલિસ્ટ અત્યાધુનિક પાટણ હાર્ટ હોસ્પિટલ ની પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયને શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેઓની આ મુલાકાત દરમિયાન પાટણ હાર્ટ હોસ્પિટલ ના તબીબ ડોક્ટર દેવેન્દ્ર શર્મા દ્વારા પાટણ ની ઐતિહાસિક રાણકીવાવ ની પ્રતિકૃતિ ભેટ ધરી આવકાર્યા હતા. પાટણ જિલ્લા કલેકટરે જિલ્લા મથક પાટણ ખાતે અત્યાધુનિક કાર્યરત કરાયેલ પાટણ હાર્ટ હોસ્પિટલ ના ડોક્ટર દેવેન્દ્ર શર્મા સાથે સંપૂર્ણ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. અને અદ્યતન સાધન સામગ્રી દ્વારા હાર્ટના દર્દીઓને હોસ્પિટલમાં આપવામાં આવતી સારવાર નીહાળી ડોક્ટર દેવેન્દ્ર શર્માને શુભેચ્છાઓ પાઠવી હતી. કલેકટર અરવિંદ વિજયન ની શુભેચ્છા મુલાકાત દરમિયાન પાટણ પાર્થ સ્ટુડિયોના માલિક જગદીશ ભાઈ શર્મા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ માં ધો.10 ના હિન્દી વિષયનાં પેપરમાં મોબાઈલ માથી કોપી કરતો વિધાર્થી ઝડપાયો…

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન...

માતૃશ્રાધ્ધનું આસ્થા સ્થળ એવા સિધ્ધપુર ખાતે બે દિવસીય માતૃ વંદના ઉત્સવ 2023 નો પ્રારંભ.

ગાયક કલાકાર પ્રહાર વોરાનાં તાલે ઝૂમી ઉઠ્યું સિદ્ધપુર શહેર.. પાટણ...

પીટીએન ન્યુઝ પરિવાર ના હિંમતસિંહ ઠાકોર ના સુપુત્ર ચિ. માહિર સિંહ ના શુભ લગ્ન ચિ. સુમંત બા સાથે ઉલ્લાસ પૂણૅ માહોલમાં યોજાયા..

પીટીએન ન્યુઝ પરિવારના હિંમતસિંહ ઠાકોરના સુપુત્ર ચિ.માહિરસિંહના શુભ લગ્ન ચિ.સુમંતબા સાથે ઉલ્લાસ પૂણૅ માહોલમાં યોજાયા.. ~ #369News

સમી તાલુકા પંચાયત માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ પદે બિનહરીફ ચુંટાયા..

પ્રમુખ પદે હર્ષિદાબેન દવે અને ઉપપ્રમુખ પદે હીરાબેન ઠાકોરે...