પર્યાવરણ ક્ષેત્ર પ્રશંશનીય કામગીરી કરી નિલેશ રાજગોરે પાટણને ગૌરવ અપાવ્યું..
પાટણ તા. 26
ગતરોજ મંતવ્ય નુઝ દ્વારા આયોજિત ” ગુજરાતનું ગૌરવ 2023 સમારોહમાં સમગ્ર ગુજરાતના 28 ક્ષેત્રોના 28 વિશિષ્ટ મહાનુભાવોને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતાપાટણના જાણીતા પર્યાવરણવિદ્દ નિલેશ રાજગોરને પર્યાવરણ ક્ષેત્રે કરેલ ઉત્કૃષ્ટ કામગીરી માટે 28 વિશિષ્ટ મહાનુભાવોમાંથી સૌપ્રથમ “ગુજરાતનું ગૌરવ ” એવોર્ડ મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઇ પટેલ અને કેબિનેટ મંત્રી બળવંતસિંહજી રાજપૂતના હસ્તે આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે નિલેશ રાજગોર દ્વારા પણ મુખ્યમંત્રીને પીપળાનું વૃક્ષ અને સરસ્વતી નદીનું પુસ્તક આપી પાટણ તરફથી સન્માનિત કરાયા હતા. અને સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ પીપળવન /ઓક્સીજન પાર્ક નિર્માણ થાય તથા દેશીકુળના વૃક્ષો વધુ વવાય, ઉછરે અને જે છે તેની જાળવણી થાય એ બાબતે સૂચન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે નિલેશ રાજગોરને અગાઉ 2016 માં પૂવૅ મુખ્યમંત્રી આનંદી બેન પટેલના હસ્તે ” વન પંડિત એવોર્ડ ” અને રૂ. 25000 સન્માન રાશિ તથા 2021 માં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વન પંડિત એવોર્ડ અને રૂ. 50000 સન્માન રાશિનો ચેક આપી સન્માનિત કર્યા હતા.નિલેશ રાજગોર દ્વારા મંતવ્ય ન્યુઝ અને ગુજરાત સરકારનો આભાર માની જણાવ્યું હતું કે આપણે સૌએ મંતવ્ય નુઝની 75 લાખ વૃક્ષો વાવી ઉછેરવા ની મુહિમમાં જોડાઈ વધુમાં વધુ દેશીકુળના વૃક્ષો ઉછેરવા જોઈએ તથા ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેંજ સામે પૃથ્વીને બચાવવા પ્રકૃતિનું સાચું સંરક્ષણ અને સંવર્ધન કરવા પર્યાવરણ મિત્ર બની જીવન જીવવું જોઈએ તેવી અપીલ કરી હતી.