શિવભક્ત પરિવાર દ્વારા લંકેશ બાપુ નું પુષ્પવર્ષાથી સ્વાગત કરી આરતી ઉતારી રૂડા આશીર્વાદ મેળવ્યા..
પાટણ તા. 27
પાટણ ખાતે પાંજરાપોળ ની પવિત્ર જગ્યા પર ચાલી રહેલી શિવ કથા ના વક્તા ઇન્ટરનેશનલ શિવ કથાકાર ડો.લંકેશ બાપુ એ ગુરૂવાર ના પવિત્ર દિવસે પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલી મિનળ પાર્ક સોસાયટીમાં રહેતા શિવભક્ત પરિવારના હેતલબેન યશપાલભાઈ સ્વામીના નિવાસ સ્થાને તેઓના આમંત્રણ ને માન આપીને પધરામણી કરી હતી.
પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુની મીનળ પાર્ક સોસાયટીમાં પધરામણી થતા શિવભક્તિ હેતલબેન યશપાલભાઈ સ્વામી અને તેમના પરિવારજનો દ્વારા પુષ્પ વર્ષા સાથે સાલ અને પુરસ્કાર આપી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુ ની હેતલબેન યશપાલભાઈ સ્વામી પરિવાર દ્વારા આરતી ઉતારી રૂડા આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
પાટણ શહેરના ટેલીફોન એક્સચેન્જ રોડ પર આવેલી મીનળપાર્ક સોસાયટીમાં શિવભક્ત પરિવારના ત્યાં ઇન્ટરનેશનલ શિવ કથાકાર ડોક્ટર લંકેશ બાપુની પધરામણી થતા સોસાયટીના રહીશોએ પણ પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.