fbpx

વડાપ્રધાનના વિકાસ કામોને લોકો સુધી પહોચાડવા બક્ષીપંચ મોરચા દ્રારા તૈયાર કરાયેલ 25 પ્રચાર રથનું પ્રદેશ અધ્યક્ષે કમલમ્ ખાતે થી પ્રસ્થાન કરાવ્યું…

Date:

સમગ્ર ગુજરાતમાં સાત દિવસ સુધી દરેક વિધાનસભામાં એક દિવસ પ્રચાર રથ ફરી વડાપ્રધાન ના નવ વર્ષના હિસાબની માહિતી આપશે : મયંક નાયક..

મોદી સરકારને સમર્થન આપવા 9090902024 નંબર પર મિસ કોલ કરી તેમજ પ્રચાર રથમાં પોસ્ટ કાર્ડના માધ્યમથી લોકો સમર્થન આપી શકાશે..

પાટણ તા. 23
ગરીબ, પિડિત, શોષિત, દલિત, વચિંત અને છેવાડાના માનવી માટે કેન્દ્રની ભાજપા સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં 9 વર્ષથી કામ કરી રહી છે. જે કામોને જન જન સુધી પહોચાડવા માટે બક્ષીપંચ મોરચા દ્વારા તૈયાર કરાયેલ 25 પ્રચાર રથો ને શુક્રવારે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને તેમજ સંગઠન મહામંત્રી રત્ના કરજી, પ્રદેશના મહામંત્રીઓ પ્રદિપસિંહ વાઘેલા,રજનીભાઇ પટેલ, વિનોદ ભાઇ ચાવડા,બક્ષીપંચ મોરચાના પ્રભારી એમ.એસ.પટેલ સહિતના મહાનુભાવો ની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કાયૉલય શ્રી કમલમ્ ખાતે થી આઝાદી કા અમૃત મહોત્સ અંતગૅત બક્ષીપંચ મોરચા દ્રારા આયોજિત કરવામાં આવેલ આ પ્રચાર રથના કાર્યક્રમ અંગે માહિતી આપતા ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રમુખ મંયકભાઇ નાયકે જણાવ્યું હતું કે,

આજે ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્ત સમગ્ર ગુજરાતમાં 7 દિવસ સુધી દરેક વિઘાનસભામાં એક દિવસ આ પ્રચાર રથ ફરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 9 વષૅના સુશાસન ની માહિતી પ્રદાન કરશે જે કાર્યને મિસકોલથી સમર્થન આપવા 9090902024 નંબર પર લોકો મિસ કોલ કરી તેમજ પ્રચાર રથમાં પોસ્ટ કાર્ડના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને પોતાનું સમર્થન આપી શકશે.

ગુજરાતની 26 લોકસભામાં આવતી 182 વિધાનસભામાં આ પ્રચાર રથ ઘરે-ઘરે પહોંચી જનતાને કેન્દ્ર સરકાર અને રાજય સરકારના કાર્યોની માહિતી આપનાર હોવાનું ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ મંયકભાઇ નાયકે જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની એમ.એન.સ્કુલના બાળ વૈજ્ઞાનિકો દ્રારાતૈયાર કરવામાં આવેલી વિજ્ઞાન કૃતિ જિલ્લા કક્ષાએ પ્રથમ આવી…

પાટણ તા. ૧૨વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા,જિજ્ઞાસા વૃત્તિ તથા તેમનામાં જે વૈજ્ઞાનિક...