વતનનું ઋણ અદા કરવાની આપણી સૌની જવાદારી છે : –કેબિનેટ મંત્રી..
પાટણ તા. 27
ગામની સુખાકારી માટે ગામના લોકો ભેગા થઈને ભગવાનના આર્શીવાદ મેળવવા માટે પ્રાચીન સમયથી ગામમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ રાખતા હોય છે. જંગરાલ ખાતે ગુરૂવારે રામદેવપીર મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવેલ હતો જેમા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત પણ સહભાગી બન્યા હતા.
પાટણના જંગરાલ ખાતે કેબિનેટ મંત્રી બલવંત સિંહ રાજપૂત દ્વારા દીપ પ્રાગટ્ય કર્યા બાદ સભાને સંબોધતાં જણાવ્યું હતુ કે, જે ગામમાં મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય ત્યારે ગામનાં લોકો ભેગા થઈ નાણાંથી માંડી ને શ્રમના સહિયારા સહયોગ વડે કાર્યક્ર્મ કરતાં હોય છે. ધાર્મિક પ્રતિષ્ઠામાં તમામ સમાજનો સહયોગ હોય છે. ધાર્મિક પ્રતિષ્ઠામાં ગામલોકો ભેગા થતા હોય છે સાથે ચિંતન કરીને પ્રસંગને અનુરૂપ આખરી ઓપ આપતા હોય છે.
જે ગામમાં પ્રતિષ્ઠા થવાની હોય છે તે ગામનો પણ વિકાસ સારો થાય છે. ઉપરાંત મંત્રી એ જણાવ્યુ કે તેઓ અવારનવાર સુખ દુઃખના પ્રસંગે આવવાનું થતું જ હોય છે તેથી હું જંગરાલ ના વતનીઓ જેઓ કામ ધંધા અર્થે બહાર ગયા હોય તેઓ અને આપણે જાણીએ છીએ કે વતનનું ઋણ અદા કરવાની આપણી સૌની નૈતિક જવાદારી છે તેથી આપણે આ ફરજ આપણે નિભાવીએ. આજે ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં છે ત્યારે સૌ વિદ્યાર્થીઓ તેનો લાભ લે. સરકારી કર્મચારીઓ નિવૃત થઈ ગામના વિદ્યાર્થીઓને સારુ શિક્ષણ આપે તેઓને સમજ આપે તે હિતાવહ છે જેનાંથી ગામના વિકાસની સાથે રાજ્યનો વિકાસ થશે.આ પ્રસંગે સંગઠનના હોદ્દદારો ડો. દશરથજી ઠાકોર,નંદાજી ઠાકોર ઉપરાંત બહોળી સંખ્યા માં જંગરાલના ગામ લોકો ઉપસ્થિતિ રહ્યા હતા.