સીસીટીવી ફૂટેજ મા યુવતી પાણીની ટાંકી તરફ જતી જોવા મળી..તો તેનો દુપટ્ટો પાણીની ટાંકીમાંથી મળી આવ્યો..
ગુમ થયેલ યુવતીની માતાના બ્લડના ટેસ્ટ લઈ ડીએનએ માટે મોકલી અપાયા..
હત્યા આશંકા વચ્ચે પરિવાર સહિત સિધ્ધપુર ના નગરજનોએ રેલી યોજી આવેદનપત્ર આપી ધંધા રોજગાર બંધ રાખ્યા..
પોલીસ દ્વારા બનાવની ગંભીરતા ને ધ્યાનમાં લઇ ઝીણવટ ભરી તપાસ હાથ ધરી બનાવ નો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કયૉ..
પાટણ તા. 17
સિદ્ધપુર શહેરમાં છેલ્લા બે દિવસથી ટોક ઓફ ધ ટાઉન બનેલા પાણીની પાઇપલાઇન માંથી માનવ કંકણ નીકળવાના કિસ્સામાં બુધવારે નવો વળાંક આવ્યો હતો. જેમાં પાણી ની ટાંકીમાંથી મળેલ દુપટ્ટો સિદ્ધપુર શહેરના ગુરુનાનક સોસાયટી માંથી તારીખ 7 મી મેના રોજ સાંજે ઘરેથી મંદિરે દર્શન કરવા જવાનું કહી ને નીકળેલી અને જેના તા. 12 મી મે ના રોજ અમદાવાદ સ્થિત ઇન્દિરા નગરમાં રહેતા લોકેશ નામના યુવાન સાથે લગ્ન હતા અને લગ્નની તમામ તૈયારીઓ પણ પરિવારજનો દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી.
તો નવદંપતીએ પોતાના લગ્ન પૂવૅ પ્રિવડિંગ પણ હોશે હોશે કરાવ્યું હતુ તે હરવાણી લવાની નો હોવાનું પરિવારજનોએ જણાવતા અને પોલીસ દ્વારા પરિવારને બતાવેલ સીસી ટીવી કુટેજમાં પણ લવાની પાણીની ટાંકી તરફ ઝડપથી ચાલતી જતી હોવાનું પરિવારે જણાવતા પરિવારની ખુશી માતમ માં ફેરવાઈ જવા પામી હતી. તો છેલ્લા બે દિવસ થી પાણી ની પાઈપ લાઈન માથી મળી રહેલા માનવ કંકણ લવાની ના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જોકે બનાવની તપાસ કરી રહેલ એલસીબી પીઆઈ એ આ બાબતે માનવ કંકણ ના ડીએનએ રિપોર્ટ બાદ જ સાચી હકીકત જાણી શકાય તેમ હોવાનું જણાવ્યું હતું. આ મામલે પોલીસે ગુરૂવારે લવાની ની માતા લતાબેન હરવાણી નું બ્લડ મેળવી તેને ડીએનએ ટેસ્ટ માટે મોકલી આપ્યુ હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવને પગલે પરિવાર જનો સહિત સમગ્ર સિધ્ધપુર શહેરમાં ગમગીન છવાઈ જવા પામી હતી. અને ગુરૂવારે લવાની ના ગુરૂનગગર સોસાયટી ખાતે નિવાસ સ્થાનેથી પરિવાર જનો સહિત સીધી સમાજના લોકો અને સિધ્ધપુર ના નગરજનોએ રેલી યોજી સિધ્ધપુર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી ઘટનાની સત્યતા 48 કલાકમાં બહાર નહીં આવે અને બનાવમાં સંડોવાયેલા આરોપીની અટકાયત કરવામાં નહીં આવે તો ગાંધી ચિધ્યા માર્ગે આંદોલનની ચીમકી આપી હતી. ગુરુવારે બનાવ ના પગલે સિદ્ધપુરના તમામ વેપારીઓએ સ્વયંભૂ પોતાના ધંધા રોજગાર બંધ રાખી બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢ્યો હતો.
સિધ્ધપુરમાં બનેલી ઘટના ના પગલે હદપ્રત બનેલા લવાની હરવાણીના પરિવારજનો કે જ્યાં લગ્નની ખુશીનો માહોલ હતો તે આજે માતમમાં ફેરવાયેલો જોવા મળ્યો હતો ત્યારે આ બનાવના પગલે લવાનીના માતા-પિતા સહિત પરિવારજનો એ ન્યાય મળે તેવી માંગ કરી હતી. તો લવાની નાની બહેન અને તેના ભાઈ એ પોતાની બેને આત્મહત્યા નહિ પરંતુ તેની હત્યા થઈ હોય તેવું જણાવી પોલીસ દ્વારા તપાસ ઝડપી બનાવી કસૂરવારને તાત્કાલિક ઝડપી લઇ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી હતી.