google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમાં ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૨ મી રથયાત્રાને લઇ તડામાર તૈયારીઓ હાથ ધરાઈ…

Date:

પાટણ તા. ૫
પાટણ શહેરના શ્રી જગન્નાથ ભગવાનના મંદિર પરિસર ખાતે આગામી તા. ૭ જુલાઈના રોજ અષાઢી બીજ ના પવિત્ર પર્વની ભક્તિ સભર માહોલમાં ભવ્યાતી ભવ્ય રીતે ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૨ રથયાત્રાની ઉજવણી કરવામાં આવનાર છે.

આ ઉજવણીને યાદગાર બનાવવા શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ સહિત શ્રી જગન્નાથ ભગવાન ૧૪૨મી રથયાત્રા સમિતિના સેવાભાવી કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી હોવાનું શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય જણાવ્યું હતું.

પાટણ શહેરના શ્રી જગન્નાથ ભગવાનના મંદિર પરિસર ખાતેથી તા.૭ જુલાઈ ના રોજ ભક્તિ સંગીતના સૂરો સાથે નિકળનારી ભગવાન શ્રી જગન્નાથજી, ભાઈ શ્રી બલભદ્ર અને બહેન શ્રી સુભદ્રાજીની નગર ચર્યા ની આ શોભાયાત્રા ને સાંગોપાંગ સફળ બનાવવા અને આ શોભાયાત્રા મા પાટણ શહેર સહિત સમગ્ર જગન્નાથ ભકતોનો સહયોગ સાપડે તેવા શુભ ઉદેશથી મંગળવારના પવિત્ર દિવસથી શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર અને શ્રી જગન્નાથ ભક્તો દ્વારા શહેરના નગરજનો પાસેથી શોભાયાત્રા નો ફાળો એકત્ર કરવા નો પ્રારંભ કરવામાં હતો.

ભગવાન શ્રી જગન્નાથજીની ૧૪૨ મી રથયાત્રા નિમિત્તે પ્રારંભ કરાયેલ ફાળો એકત્ર કરવાની આ સેવાકીય પ્રવૃત્તિમાં શહેરીજનો તરફથી સુંદર આવકાર અને પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ભગવાન જગન્નાથજીની ૧૪૨ મી રથયાત્રા નિમિત્તે ફાળો એકત્ર કરવાના આ સેવાકીય કાર્યમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટ ના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય, વિનોદભાઈ જોષી, અશ્વિનભાઈ જોશી, દિલીપભાઇ દવે, હર્ષદભાઈ રાવલ, કાંતિ ભાઈ પટેલ, કિશોરભાઈ રાવલ,જગદીશ મંદિરના પૂજારી કમલેશભાઈ શુક્લ સહિત ના સેવાભાવી યુવાનો  જોડાયા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

૩૧ દિવસની સારવાર બાદ પાટણની સંજીવની મલ્ટિ સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં દર્દીને નવજીવન મળ્યું…

માગૅ અકસ્માત દરમ્યાન મૃતપાય હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવેલ...