પાટણ તા. 27
રાજ્ય સરકાર દ્વારા વિધાનસભા ના સભ્યોની બે મહત્વની ખાતરી અને નિયમો માટેની બનાવવામાં આવેલ સમિતિમાં પાટણ કોંગ્રેસના એક્ટિવ અને શિક્ષિત ધારાસભ્ય ડો. કિરીટ પટેલની નિમણુંક કારવામાં આવતાં પાટણ વિધાનસભા વિસ્તાર ના મતદારો આનંદની લાગણી અનુભવી રહ્યા છે.પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ દ્વારા વિધાનસભા બેઠકમાં પોતાના મતવિસ્તાર સહિતના પ્રશ્નો બાબતે જાગૃતતા દાખવી પ્રશ્નોત્તરી કરતા હોય છે.
જેઓના પ્રશ્નોની વિધાન સભા અધ્યક્ષ પણ બારીકાઈથી નોંધ લઈ તેના નિરાકરણ માટે તત્પરતા દર્શાવતા હોય છે. ત્યારે આવા એક્ટિવ અને શિક્ષિત પાટણના કોંગ્રેસી ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલની કાર્ય પદ્ધતિ ની નોંધ લઇ શાસક પક્ષ દ્વારા વિધાનસભાની બે મહત્વ ની રચના કરાયેલી ખાતરી અને નિયમોની કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેને લઈને પાટણ વિધાનસભા મત વિસ્તારના મતદારોમાં પણ આનંદની લાગણી છવાઈ જવા પામી છે.