google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મન કી બાત કાર્યક્રમ અંતર્ગત પત્રકારો ને જાણકારી અપાઈ..

Date:

પાટણ તા. 29
દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે 30મી એપ્રિલે 100 મી વાર મન કી બાત કાર્યક્રમ સંબોધવાના છે. ત્યારે આ વખતની મન કી બાત કાર્યક્રમ ખૂબ જ મહત્વનો બની રહેનાર હોવાના કારણે વષૅ 2014 થી લઈને આજદિન સુધી એકપણ એપિસોડ ચુક્યા વગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કરે છે.પાટણ જિલ્લાના 1231 બુથ ઉપર મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે શનિવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ ડો. દશરથજી ઠાકોરના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014 થી લઈને 2023 સુધી સળંગ એકપણ રજા વગર મન કી બાત કરી છે. તેમની મન કી બાત કાર્યક્રમમાં ભારતની સંસ્કૃતિની જાળવણી ઐતિહાસિક સ્થાપત્યોનું જતન,દેશને ગૌરવ અપાવનાર વિશિષ્ટ વ્યક્તિઓની પ્રતિભાને વડાપ્રધાને ઉજાગર કરી છે. 100 મા એપિસોડમાં તમામ લોકો મન કી બાત કાર્યક્રમમાં જોડાયા તેવું આહવાન જિલ્લા પ્રમુખે કયુઁ હતું.
પત્રકાર પરિષદમાં શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી,પાટણ લોકસભા મીડિયા ઇન્ચાર્જ જયેશ દરજી,ગોવિંદ પ્રજાપતિ, સહકન્વીનર સંગીતા જોષી,વનરાજસિંહ ઠાકોર સહિત ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર તાલુકાના કોટ અને દેથળી ગામે નવીન આંગણવાડીઓનું લોકાર્પણ કરાયું..

સિધ્ધપુર તાલુકાના કોટ અને દેથળી ગામે નવીન આંગણવાડીઓનું લોકાર્પણ કરાયું.. ~ #369News