fbpx

ધારપુર હોસ્પિટલમાં ધૂટણના ધસારા નું વિનામૂલ્યે ઓપરેશન કરી દર્દીને દર્દ મુક્ત કરાયો..

Date:

છેલ્લા સાત વર્ષથી ઘૂંટણના દર્દીથી પીડાતા મહિલા દર્દી દર્દ મુક્ત બનતા ધારપુર હોસ્પિટલના તબીબો અને સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા. 29
ઘુંટણ નો ઘસારો એ એક વધતી ઉંમરે થતો સાંધા નો ઘસારો છે. ભારત માં ઘુંટણ ના ઘસારા નું પ્રમાણ વિશ્વ માં સૌથી વધારે છે. ભારત માં ઘુંટણના ઘસારો મુખ્યત્વે Varus knee હોય છે. અને તેનું ઓપરેશન એકંદરે સરળ હોય છે. Valgus knee ભારત માં બહુજ ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને તેનુ ઓપરેશન એકંદરે મુશ્કેલ હોય છે.

ત્યારે આવા દદૅ નો શિકાર બનેલા ભગવતીબેન પટેલ ઉંમર ૫૫ રહે.રણુજ જીએમઇઆરએસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, ધારપુર ખાતે હાડકાં નાં વિભાગ માં બતાવતાં આવેલ હતાં. દર્દી ને મુખ્યત્વે બંને ઘુંટણ માં દુખાવો હતો , ચાલવામાં તકલીફ પડતી હતી અને બેસીને ઉભા થવા માં તકલીફ પડતી હતી.આ તકલીફ દર્દી ને છેલ્લાં ૭ વર્ષથી હતી. ડૉ. પુલકીત મોદી અને એમની ટીમ દ્રારા તપાસ કરતાં માલુમ પડ્યું કે દર્દી ને બંને ઘુંટણ માં અતિશય ધસારો હતો અને દર્દી ને valgus knee માલુમ પડ્યું.

આ માટે દર્દી ને ઘુંટણ બદલવાના ઓપરેશન ની સલાહ આપવામાં આવી હતી.( Total knee replacement operation). આ માટે દર્દી ને જીએમઇઆરએસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, ધારપુર ખાતે દાખલ કરી એકપણ પૈસા નાં ખર્ચ વગર આયુષ્માન ભારત યોજના હેઠળ બંને ઘુંટણનાં સાંધા બદલવા નું ઓપરેશન સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ દર્દી ને દુખાવામાં રાહત છે. અને દર્દી દુ:ખાવા વગર હરિફરી શકે છે.

ઓપરેશન બાદ દર્દી ની તકલીફ નું નિદાન થતાં દર્દી ડૉ.પુલકીત મોદી અને એમની ટીમ તથા જીએમઇઆરએસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, ધારપુરના ડીન ડૉ. હાર્દિક શાહ તથા તબીબી અધિ‌ક્ષક ડૉ. પારૂલ શર્મા અને સંપૂર્ણ જીએમઇઆરએસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ, ધારપુર સ્ટાફ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકનું અપહરણ, પોલીસે 40 કિમી પીછો કરી મહેસાણાથી યુવકને બચાવ્યો

પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકનું અપહરણ, પોલીસે 40 કિમી પીછો કરી મહેસાણાથી યુવકને બચાવ્યો ~ #369News #Mehsana

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ શહેરના હોદ્દેદારો ની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી..

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ શહેરના હોદ્દેદારો ની સર્વાનુમત્તે વરણી કરવામાં આવી.. ~ #369News

આગામી લોક સભાની ચુંટણીને ધ્યાન મા રાખીને અનુસુચિત જાતિ મોરચા દ્વારા યુવા મમતદાર નોધણી અભિયાન શરૂ કરાયુ..

આગામી લોક સભાની ચુંટણીને ધ્યાન મા રાખીને અનુસુચિત જાતિ મોરચા દ્વારા યુવા મમતદાર નોધણી અભિયાન શરૂ કરાયુ.. ~ #369News

ધારપુર થી પાટણ માર્ગ પર ઢગલા મોઢે બાયોમેડિકલ વેસ્ટ નો જથ્થો રસ્તે રઝળતો જોવા મળ્યો..

બાયો મેડિકલ વેસ્ટ ના જથ્થા મામલે પાલિકા પ્રમુખે એસઆઈ...