પાટણ ના બગવાડા દરવાજા ખાતે ભા.વિ.પ સિદ્ધહેમ શાખા સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા માતૃભાષા હસ્તાક્ષર અભિયાન શરૂ કરાયું..
પાટણ તા. 1
માતૃભાષા ગુજરાતીનું મહત્ત્વ વધારવા અને અંગ્રેજીમાં સહી કરવાની ગુલામીની માનસિકતા માંથી લોકો ને મુકત કરવા ગુજરાતના સ્થાપના દિન તા. 1.મે 2023 ને સોમવારના રોજ પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ભારત વિકાસ પરિષદ સિઘ્ધ હેમ શાખા સહિત વિવિધ સંસ્થાઓએ સાથે મળી માતૃભાષા ગુજરાતીમાં હસ્તાક્ષર અભિ યાન શરૂ કરાયું હતું. માતૃભાષા હસ્તા ક્ષર અભિયાનમાં પાટણના નગરજનોએ મોટી સંખ્યામાં પોતાની માતૃભાષા ગુજરાતી માં હસ્તાક્ષર કરી આ અભિયાનને પોતાનું સમર્થન આપ્યું હતું.તો માર્ગ પરથી પસાર થતા રાહદારીઓએ પણ માતૃભાષા ગુજરાતી માં હસ્તાક્ષર કરી આ અભિયાન માં જોડાયા હતા.
સમગ્ર ગુજરાતમાં અંગદાન અને માતૃભાષા હસ્તાક્ષરની જન જન સુધી જાગૃતિ ફેલાવવા માટે કટિબંધ બનેલા જાણીતા સામાજિક અગ્રણી દિલીપભાઇ દેશમુખની પ્રેરણાથી આ માતૃભાષા હસ્તાક્ષર અભિયાન નું ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા સહિતની સંસ્થાઓ દ્વારા આયોજન કરાયું હોવાનો પરિષદના પૂર્વ પ્રમુખ અને પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરીએ જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે માતૃભાષાના ગૌરવ બાબતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલ, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, ગૃહપ્રધાન અમિતભાઇ શાહ સ્વર કિન્નરી સ્વર્ગસ્થ લતા મંગેશકર વગેરે મહાનુભાવો હંમેશાં માતૃભાષામાં જ સહી કરવાનો આગ્રહ રાખે છે. એમના પગલે પગલે આ માતૃભાષા હસ્તાક્ષર અભિયાનનું આયોજન કરાયું હોય જેને પાટણના નગરજનો સહિતનાઓ એ પોતા ની માતૃભાષામાં હસ્તાક્ષર કરી સમર્થન પૂરું પાડ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.
ગુજરાત સ્થાપના દિન થી તમામ લોકો માતૃભાષા ગુજરાતીમાં જ સહી કરે અને હંમેશાં ગુજરાતીમાં જ સહી કરવાનો સંકલ્પ કરે એ માટે પાટણ ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા સહિત શહેર ની વિવિધ સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી હતી. માતૃભાષા હસ્તાક્ષર અભિયાનના આ કાર્યક્રમ માં કિશોર મહેશ્વરી,દિલીપ પટેલ, જયેશ પટેલ,ભરત પટેલ, મદારસિંહ રાજપૂત,ગોપાલ રાજપૂત હેમંતતન્ના,સહિત વિવિધ સંસ્થાના કાર્યકરો અને પાટણના પ્રબુદ્ધ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.