fbpx

પાટણ જિલ્લાના હાજીપુરની 18 દીકરીઓએ દેશભરની સ્પર્ધાઓમાં 336 મેડલ જીત્યાં

Date:

મેડલો પહેરી દીકરીઓ આવે એટલે વર્ષોનો સંઘર્ષ સફળ થયેલો દેખાય છે : કોચ

દીકરીઓની હોંશ જોઇ શાળાના કોચે તમામ ખર્ચ ઉઠાવી દોડ અને ફેંક,ઊંચીકૂદ,જલદચાલ, હોકી રમતમાં પાવરધી બનાવી

પાટણના નાનકડા હાજીપુર ગામની શાળાના જ મેદાનમાં એક કોચે સ્વખર્ચે ટ્રેનિંગ આપી પાવરધી બનાવેલી સામાન્ય પરિવારની 18 દીકરીઓ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની દોડ અને ફેંક,લાંબીકૂદ, હોકી અને જલદચાલ ની સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી છેલ્લા 13 વર્ષમાં 336 મેડલ જીતી લાવી છે. દીકરી ઓની આ સિદ્ધિએ જ આ ગામને રાજ્યના સૌથી વધુ મેડલ જીતનાર ગામનું બિરૂદ અપાવ્યું છે.

પાટણ જિલ્લાના હાજીપુરની રુક્ષ્મણી વિદ્યાલયમાં 2006થી એથ્લેટિક કોચ રમેશભાઈ અમૃતભાઈ દેસાઇ ખેલકૂદમાં રસ-રૂચિ ધરાવતાં દીકરા, દીકરીઓને ખાસ ટ્રેનિંગ આપી તૈયાર કરી રહ્યા છે. 2006થી 2022 સુધીમાં દોડમાં રાષ્ટ્રીય કક્ષાએ નામના મેળવી ચૂકલી નિરમા ઠાકોરથી લઈ ગામની 18 દીકરીઓ ઇન્ટર કોલેજ, રાજ્ય કક્ષા, વેસ્ટ ઝોન અને રાષ્ટ્ર કક્ષાએ 102 ગોલ્ડ મેડલ ઉપરાંત સિલ્વર અને બ્રોન્ઝ મળી કુલ 336 મેડલ જીતી ચૂકી છે.

આ ગામની નિરમા ઠાકોર કે જેણે ઉત્તરપ્રદેશમાં ઇન્ટરનેશનલ ઇન્દિરા ફૂલ મેરેથોન દોડમાં ભારતમાં પ્રથમ સ્થાન મેળવી રૂ.2 લાખનો રોકડ પુરસ્કાર મેળવ્યો છે. ઉપરાંત, પૂણે ખાતે ઇન્ટરનેશનલ મેરેથોનમાં પ્રથમ રહી હતી. આ ઇન્ટરનેશનલ મેરેથોન દોડમાં 19 મિનિટમાં ઘટાડા સાથે રેકોર્ડ સર્જી સતત બીજીવાર મેડલ મેળવ્યો છે. 11 વર્ષમાં 16 ગોલ્ડ, 6 સિલ્વર અને 7 બ્રોન્ઝ મળી કુલ 29 મેડલ તેણીએ હાંસલ કર્યા છે. હાલ બેંગ્લુરુ યુનિર્વસિટીમાં અભ્યાસ અને નાસિક ખાતે ટ્રેનિંગ મેળવી રહી છે.

મારું સપનું હતું કે મારા તૈયાર કરેલા કોઈ ખેલાડી દેશનું ગૌરવ બને. જેથી રમતગમતમાં રસ ધરાવતા દીકરા દીકરીઓની સ્પર્ધાઓ કરી સિલેકશન થતાં ખેલાડી ઓને સેન્ટર માં તૈયારી કરાવી રહ્યો છું. ગામ માં સામાન્ય પરિવાર માંથી આવતાં હોય, પૌષ્ટિક આહાર કે વસ્તુ ઓ માટે ખર્ચ ઉઠાવી શકે તેમ ના હોય તેમના ભવિષ્ય માટે મારા પગાર માંથી ખર્ચ કરું છું. પછી સ્પર્ધાઓમાં વિજેતા બને એટ્લે આર્થિક ઇનામ મળતાં જાતે જ ખર્ચે ઉઠાવે છે. મારી તૈયાર કરેલી 13 દીકરીઓ દેશભર માં ડંકો વગાડી ઢગલા બંધ મેડલો લઈને ઊભેલી જોવું એટલે મેં કરેલો વર્ષોનો સંઘર્ષ સફળ થયો હોય તેવું લાગે છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

વિશ્વ દૂરસંચાર દિવસ નિમિત્તે પાટણના સાયન્સ સેન્ટર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા..

પાટણ તા. ૧૭પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે શુક્રવારે વિશ્વ...

પાટણના આર્યવ્રત નિર્માણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શહિદ દિન નિમિત્તે શહિદોને પ્રાકૃતિક વિરાંજલી સાદર કરાઈ…

દેશના શહિદવીરો ભગતસિંહ,રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધા સુમન સમર્પિત કરાયા.. પાટણ...

કે. કે ગર્લ્સ વિદ્યાલય પાટણમાં વ્યસન મુક્તિ સેમિનાર યોજાયો…

પાટણ તા. 8 પ્રવર્તમાન સમયમાં વ્યસન મુક્ત માણસ હોવું...