google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ નું રિઝ્યોનલ સાયન્સ સેન્ટર પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું..

Date:

એક વર્ષમાં 6 લાખ થી વધુ પ્રવાસીઓએ રિઝયોનલ સાયન્સ સેન્ટર ની મુલાકાત લીધી..

સાયન્સ સેન્ટર ના ડાયના સોર બાળકોના આકર્ષણ નું કેન્દ્ર બિંદુ બન્યા..

પાટણ તા. 1
પાટણમાં આજકાલ કોઈને પુછીએ કે રજાના દિવસે ક્યા જવું છે તો સૌ પ્રથમ એક જ જવાબ મળે કે, રિજીયોનલ સાયન્સ સેન્ટર જવું છે. પાટણનું આ રિજીયોનલ સાયન્સ સેન્ટર આજકાલ માત્ર પાટણના લોકો માટે જ નહિ પરંતુ પાટણની મુલાકાતે આવતા બહારના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે.

સાયન્સ સેન્ટર ના પ્રોજેક્ટ ડાયરેકટર ડૉ.સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે સાયન્સ સેન્ટર-પાટણ આ એક વર્ષમાં મહત્વની સિદ્ધિઓ હાંસલ કરી છે જેમાં સ્થાપનાના પ્રથમ વર્ષમાં છ લાખથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ સાયન્સ સેન્ટરની મુલાકાત કરી છે.

ગુજરાતના સ્થાપના દિવસે ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન થયા બાદ તા. 1 મે 2022 થી 30 એપ્રિલ 2023 સુધીના એક વર્ષમાં સાયન્સ સેન્ટરમાં 1200 થી વધુ વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેના લાભાર્થીઓની સંખ્યા લગભગ 2.9 લાખ છે.

આ એક વર્ષમાં ગુજરાત ના 27 જિલ્લાઓ, દેશના 25 રાજ્યો અને 5 કેન્દ્ર શાસિત પ્રદેશો અને 5 વિદેશી દેશોના મુલાકાતી ઓ આ સાયન્સ સેન્ટર ની મુલાકાત લઈ ચૂક્યા છે. આ એક વર્ષ દરમિયાન, 1.83 લાખથી વધુ મુલાકાતીઓએ 5-ડી થિયેટરની મજા માણી છે, લગભગ 40 હજાર મુલાકાતીઓએ વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજીનો આનંદ માણ્યો છે અને લગભગ 30 હજાર બાળકોએ ડાઇનો-રાઈડ નો આનંદ માણ્યો હોય જે ખરેખર આ સેન્ટરની લોકપ્રિયતા બતાવી રહ્યુ છે.

તા. 1 મે 2022 ગુજરાત સ્થાપના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કયૉ બાદ રિજીયોનલ સાયન્સ સેન્ટરને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ. અમદાવાદ બાદ ઉત્તર ગુજરાતમાં આ એક માત્ર સાયન્સ સેન્ટર હોવા થી શાળાના બાળકો, વડીલો, નાના-મોટા તમામ લોકોને સાયન્સ સેન્ટર આકર્ષે છે. ખાસ કરીને બાળકો માટે આ સાયન્સ સેન્ટર ખુબ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યુ છે. કારણ કે મુલાકાતીઓમાં 50 ટકા જેટલા બાળકો જ હોય છે.

છેલ્લા એક વર્ષ આંકડા પરથી સાબિત થાય છે કે સાયન્સ સેન્ટરની મુલાકાત બાળકો ખુબ લઈ રહ્યા છે. દરરોજના મુલાકાતીઓની સંખ્યા પર નજર કરીએ તો રોજના સરેરાશ 1500 થી 2000 પ્રવાસી ઓ મુલાકાતે આવે છે. રવિવારની રજાના દિવસે આ આંકડો વધીને 5000ને પાર પહોંચી જાય છે.

રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ રિજિયોનલ સાયન્સ સેન્ટર 10 એકરમાં ફેલાયેલું છે, જેની પાછળ અંદાજે કુલ 100 કરોડનો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

આ સાયન્સ સેન્ટરમાં ડાયનાસોર પાર્ક અને વૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત ઇન્ટરેક્ટિવ પ્રદર્શનોની સાથે પાંચ વિવિધ ગેલેરી જેમ કે ડાયનાસોર ગેલેરી, હ્યૂમનસાયન્સ ગેલેરી, નોબેલ પ્રાઇઝ (કેમેસ્ટ્રી) ગેલેરી, હાયડ્રોપોનિક ગેલેરી અને ઓપટીક્સ ગેલેરી છે. એના પછી 5-ડી થિયેટર અને સન ડાયલ જેમાં સૂર્યના પ્રકાશથી આપણે પાટણના લોકલ ટાઇમની માહિતી જાણી શકીએ તેવી વ્યવસ્થા પણ છે.

તદઉપરાંત 216 બેઠક ક્ષમતાનું ઓડિટોરિયમ અને કાફેટેરિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.બાળકોમાં ટેક્નોલોજી ના જ્ઞાનમાં વધારો કરવાના ઉદેશ્ય સાથે સાયન્સ સેન્ટરમાં વિવિધ ટેક્નોલો જી વિકસાવવામાં આવી છે. રિજીયોનલ સાયન્સ સેન્ટરનાં મુખ્ય આકર્ષણ ની વાત કરીએ તો 5D થિયેટર, વર્ચ્યુઅલરિયાલિટી ટેક્નોલોજી, ડાયનાસોર પાર્ક, ઇલ્યુઝન ટનલ વગેરે છે. દર અઠવાડિયે, આ સાયન્સ સેન્ટર તેના ઓડિટોરિયમ માં 3 થી 4 પ્રવૃત્તિઓનું આયોજન કરે છે.

અને તેના સાયન્સ એક્ઝિબિશન હોલમાં વિદ્યાર્થીઓ માટે ઇનોવેશન ક્લબ વર્કશોપ નું આયોજન પણ કરવામાં આવે છે. પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટરના મુલાકાતીઓમાં મુખ્યત્વે પાટણ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાલનપુર, સુરત, અમદાવાદ, ગાંધી નગર ના પ્રવાસીઓ નો સમાવેશ થાય છે. સાયન્સ સેન્ટરના પ્રવાસી ઓ જ્યારે મુલાકાત લેવા આવે છે ત્યારે ત્યાં પ્રવેશ દ્વારમાં જ મસમોટા ડાયનાસોર્સ પ્રવાસીઓના આશ્ચર્યનું કારણ બને છે. બાળકો તો આ ડાયનાસોર્સ જોઈને અત્યંત આનંદમાં આવી જાય છે. એક વર્ષ માં મુલાકાતીઓની સંખ્યા આટલી વધી ગઇ છે તો આવનારા સમય માં પ્રવાસી ઓનો ધસારો વધું રહશે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાલિકા પ્રમુખ ના માગૅદશૅન હેઠળ આયોજિત ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ કરાયો..

રામનગર પ્રા.શાળા,નાણાવટી પ્રા.શાળા અને આદશૅ હાઈસ્કૂલમાં પાલિકા પ્રમુખે કુમકુમ...

પાટણ યુનિવર્સિટી ની નેક મૂલ્યાંકન પૂર્વે ચાર સભ્યોની ટીમ ત્રિદિવસીય નિરીક્ષણ માટે આવી પહોચી..

યુનિવર્સિટી સતાધિશોને જરૂરી માગૅદશૅન સાથે સલાહ-સુચન આપવામાં આવશે..પાટણ તા....

પાટણ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે મીડિયા ઇન્ચાર્જ સહ લLઇન્ચાર્જ ની બેઠક યોજાઇ…

પાટણ તા. ૨૩આગામી લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી...

પાટણ એન્જોય ગ્રુપ દ્વારા આનંદેશ્વર મહાદેવ ખાતે સ્નેહ મિલન સમારંભ યોજાયો..

ગૃપ ના સભ્યો સહિત પરિવારજનોએ મોજ મસ્તી સાથે આનંદ...