google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ સહિતના મહાનુભાવો નું મહેસાણા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરાયું..

Date:

આગામી તારીખ 14 મી એપ્રિલથી 5 મે સુધી યોજનારા સેવા કાર્યો વિષે પ્રદેશ અધ્યક્ષ દ્વારા કાર્યકર્તાઓને માહિતગાર કરાયા..

પાટણ તા. 10
મહેસાણા જીલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા રવિવારે ભાજપ કાયૉલય ખાતે અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા , બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંક નાયક, જીલ્લા ભાજપા ના અધ્યક્ષ ગીરીશભાઈ રાજગોર નો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમ પૂર્વે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા સહિત ના મહાનુભાવો નું ભાજપ કાયૅકતૉઓ દ્રારા રેલી સ્વરૂપે ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

ભાજપ કાર્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગૌતમભાઈ ગાડીયા સહિત ના મહાનુભાવો ના સ્વાગત સન્માન પ્રસંગે જીલ્લા ભાજપા ના અધ્યક્ષ ગીરીશભાઈ રાજગોર , બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ મયંક નાયક , ધારાસભ્ય કરસનભાઈ, પુર્વ મંત્રી ઈશ્વરભાઈ મકવાણા, પુર્વ નિગમના ચેરમેન રમેશભાઈ, પ્રદેશ મોરચાના ઉપાધ્યક્ષ રમેશભાઈ જાખેસરા, જીલ્લા પંચાયત ના પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર , જીલ્લા મોરચાના પ્રમુખ ઉજમભાઈ, મહામંત્રી જગદીશભાઈ શ્રીમાળી, પ્રદેશ સોશ્યલ મીડિયા વિભાગ ના કૃણાલ પારઘી, હિરેન શ્રીમાળી , સહિત આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપ અનુસુચિત જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા એ મોરચા દ્વારા યોજાનાર આગામી તા 14 એપ્રિલ થી 5 મેં સુધી ના વિકાસ ના કામો ની ઉજવણી ના કાર્યક્રમ અંગે વિસ્તૃત માહિતી આપી સરકારી શ્રી ની વિવિધ યોજનાઓ ના સેવાકીય લાભો મંડળ ના દરેક પરીવાર સુધી પહોંચે તે માટે ની વાત મુકતા સૌ એ આ વાતને સમર્થન આપી સરકાર ની દરેક યોજનાઓ ના લાભ સમાજ ના છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે સૌએ સંકલ્પ કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

બિપરજોય ના પગલે યુનિવર્સિટી સંલગ્ન ચાર જિલ્લા ની કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અને વહીવટી કાર્ય ચાલુ રાખવા પરિપત્ર કરાયો..

પાટણ,બનાસકાંઠા,સાબરકાંઠા અને મહેસાણાની યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો ને પરિપત્ર...

શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણમાં નવરાત્રી પર્વ “થનગનાટ – 2023” નું આયોજન કરાયું…

ખેલૈયાઓ સાથે સ્કૂલ પરિવારે ટ્રેડિશનલ ડ્રેસમાં રાસગરબા ની રમઝટ...

શહેરની સુખાકારીને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રમુખે એસઆઇ સહિત વોડૅ ઇન્સ્પેક્ટરોને લેશન આપ્યું..

સ્વચ્છતા,ટ્રાફિક,સ્ટ્રીટ લાઈટ, ભૂગર્ભ ગટર, પાણી, નડતરરૂપ ના દબાણો,આડેધડ ઊભી...