આજે સવારે અનુજ પટેલને વધુ સારવાર અર્થે મુંબઈ લઈ જવાયા છે જ્યાં હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. એર એમ્બ્યુલન્સ મારફતે અનુજ પટેલને મુંબઈ લઈ જવાયા હોવાની માહિતી મળી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને રવિવારે બ્રેઇન સ્ટ્રોક આવતા કે.ડી.હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે સવારે અનુજ પટેલને વધુ સારવાર અર્થે મુંબઈ લઈ જવાયા છે જ્યાં હિન્દુજા હોસ્પિટલ માં દાખલ કરવામાં આવશે. એર એમ્બ્યુલન્સ મારફતે અનુજ પટેલને મુંબઈ લઈ જવાયા હોવાની માહિતી મળી છે.
મીડિયા અહેવાલ મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા રવિવારે કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અનુજ પટેલની ખબર અંતર પૂછવા માટે કે.ડી. હોસ્પિટલ પહોંચ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અનુજ પટેલ સાથે મુંબઈ ગયા હોવાની માહિતી છે. અનુજ પટેલ ને મુંબઈની હિન્દુજા હોસ્પિટલ માં શિફ્ટ કરાયા છે. પુત્રની નાદુરસ્તીના લીધે મુખ્યમંત્રી એ હાલના તેમના કાર્યક્રમો સ્થગિત કર્યા છે. આથી જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસ ની થનારી ઉજવણીમાં પણ સીએમ હાજર નહીં રહી શકે.
CM જામનગરમાં સ્થાપના દિવસના કાર્યક્રમમાં ગેરહાજર રહેશે
જણાવી દઈએ કે, આ વર્ષે જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આજે થઈ રહી છે. ત્યારે હવે મુખ્યમંત્રીની ગેરહાજરીમાં આ કાર્યક્રમ યોજાશે. માહિતી છે કે જામનગરના આ કાર્યક્રમોમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ હાજરી આપી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલે પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિ યરિંગ કર્યું છે અને રિયલ એસ્ટેટ ના બિઝનેસ સાથે સંકળાયેલા છે.