google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમાં શિવકથા નું શિવ મહિમ્ન સ્ત્રોત સાથે પંચામૃત અભિષેક દ્વારા સમાપન કરાયું..

Date:

કથા વક્તા ડો.લંકેશ બાપુ ને લોકહિતાર્થના કાર્યો માટે નિમંત્રક પરિવાર દ્વારા બ્લેન્ક ચેક અપૅણ કરાયો..

શિવકથા માટે પાંજરા પોળ ની પવિત્ર જગ્યા ફાળવવા બદલ કથા યજમાન પરિવારો દ્વારા પાંજરાપોળને પણ રોકડ પુરસ્કાર અર્પણ કરાયું.

પાટણ તા. 1
ઐતિહાસિક અને ધર્મની નગરી પાટણ શહેરના આંગણે ભૈરવ મંદિર રોડ પર આવેલ પાંજરાપોળ ની પવિત્ર જગ્યા પર ઇન્ટરનેશનલ શિવ કથાકાર પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુ ની શિવ મહિ અમૃતવાણીએ શિવ કથાનું પાટણની ધર્મ પ્રેમી જનતાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી રસપાન કરી ધન્યતા અનુભવી હતી.

રવિવારના શિવકથાના પૂર્ણાહુતિના અંતિમ દિવસે શિવકથાકાર પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુએ પાટણની ધર્મપ્રેમી પ્રજાને ભગવાન શિવજીના આશીર્વાદ સદાય પ્રાપ્ત થતા રહે અને પાટણ વાસીઓની તમામ મનોકામના ભગવાન ભોળા શંભુ પરિપૂર્ણ કરે અને પાટણની પ્રજા ની સુખ,સમૃદ્ધિ અને શાંતિ અખંડ રહે તેવા આશીર્વાદ સાથે કથા શ્રવણનો લાભ લેનાર 5,000 થી વધુ શ્રોતાઓને પોતાના વરદ હસ્તે ભગવાન શિવજીની લિંગ તેમજ રુદ્રાક્ષ અર્પણ કરી રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.

શિવકથાના પૂર્ણાહુતિના અંતિમ દિવસે કથા મંડપમાં તૈયાર કરાયેલ વિશાળ શિવલિંગને 101 લીટર ગૌ માતાના દૂધ સાથે 10 લીટર પંચામૃત નો શિવ મહિમ્ન સ્ત્રોત સાથે અભિષેક કરવામાં આવ્યો હતો. જેનો શિવકથાના યજમાન પરિવારો સહિત શિવકથા નું શ્રવણ કરવા આવેલા પાટણના ધર્મ પ્રેમી નગર જનોએ લાહવો લઈ ધન્યતા અનુભવી હતી. કથાની પુર્ણાહુતિ પ્રસંગે ઇન્ટરનેશનલ શિવ કથાકાર પરમ પૂજ્ય શ્રી ડોક્ટર લંકેશ બાપુને બ્લેન્ક ચેક નિમંત્રક સ્વ. સવિતાબેન શંકરભાઇ પટેલ પરિવાર (બાલીસણા -પાટણ )અશ્વિન પટેલ (દાઢી )કૈલાશબેન પટેલ દ્વારા લોકહિતાર્થના કાર્યો માટે અર્પણ કરવામાં આવ્યો હતો. સાથે સાથે પવિત્ર પાંજરાપોળ ની જગ્યા શિવ કથા ના કાર્ય માટે આપનાર પાંજરાપોળ ને પણ રૂપિયા 71 હજારનો ચેક નિમંત્રક અશ્વિન પટેલ તેમજ સહયોગી યજમાન દિનેશભાઈ પ્રજાપતિ, મયુરભાઈ પટેલ,રાજુભાઈ ઠક્કર, નિલેશભાઈ પટવા પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવ્યો હતો..

પાટણ શહેરમાં ઇન્ટર નેશનલ શિવ કથા કાર પરમ પૂજ્ય ડોક્ટર લંકેશ બાપુના શું મધુર વાણીએ યજમાન પરિવારો દ્વારા આયોજિત કરાયેલ શિવકથાના આ પવિત્ર કાર્યની પાટણના ધર્મપ્રેમીનગજનોએ સહ્રદય સરાહના કરતા યજમાન પરિવારોએ પાટણના ધર્મપ્રેમી નગરજનો સહિત ઇન્ટરનેશનલ શિવ કથાકાર ડોક્ટર લંકેશ બાપુ સહિત શિવ કથા ના ધાર્મિક પ્રસંગને સફળ બનાવવામાં સહયોગી બનેલ વિવિધ સેવાકીય, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓનો સહ્દય આભાર દર્શન પ્રદર્શિત કર્યો હતો..

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ બી ડી સાર્વજનિક વિધાલયનું NEET નું ઝળહળતુ પરિણામ આવ્યું…

પાટણ બી ડી સાર્વજનિક વિધાલયનું NEET નું ઝળહળતુ પરિણામ આવ્યું... ~ #369News