google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લા સબજેલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ કાર્યક્રમ યોજાયો..

Date:

ફરજ પરના અધિકારીઓ સહિત 108 કેદી ભાઈઓએ જુદા જુદા પ્રકારના યોગ કરી તન અને મનને પ્રફુલિત બનાવ્યું…

પાટણ તા. 4 ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પાટણ જિલ્લામાં તા.4 ઓકટોબર થી તા. 30 ઓકટોબર સુધી આયોજિત યોગ કાર્યક્રમ અંતર્ગત આજે પાટણ જિલ્લા સબ જેલ ખાતે કો.ઓર્ડીનેટર અંકિતાબેન પટેલ તથા એમની ટીમ દ્વારા સબ જેલમાં બંદીવાન ભાઈઓ તથા ફરજ પરના અધિકારીઓ અને સ્ટાફ ને જુદા જુદા યોગ કરાવવામાં આવ્યા હતા.

પાટણ જિલ્લા સબ જેલ ખાતે આયોજિત આ યોગ કાર્યક્રમમાં અજીતભાઈ પટેલ સહિત જેલ સ્ટાફના ફરજ પરના 8 કમૅચારીઓ સહિત જેલ અધિકારી,108 કેદી ભાઈઓએ જુદા જુદા યોગ કરી તન અને મન ને પ્રફુલ્લિત બનાવ્યું હતું. યોગ કો.ઓર્ડીનેટર દ્રારા શરીરની તંદુરસ્તી માટે યોગ ના ફાયદાઓ જણાવી નિત્ય યોગ કરવા અપીલ કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામે ખેડૂતો માટે ‘જિલ્લા અંદર પ્રેરણા પ્રવાસ’ નું આયોજન કરાયું…

પાટણ તા. ૧૧સિદ્ધપુર તાલુકાના કનેસરા ગામે આત્મા કચેરી પાટણ...