પાટણ તા. 2
શ્ર્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી ડી સાર્વજનિક વિધાલય પાટણ નું ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં ઝળહતુ પરિણામ આવ્યું છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ નું ધો. 12 સાયન્સ નું કુલ પરિણામ 65.57 ટકા જયારે પાટણ જિલ્લા નું 66.54 ટકા પરિણામ અને પાટણ બી. ડી. સાવૅજનિક વિધાલય કેન્દ્ર નું 70.67 ટકા પરિણામ આવ્યું છે. તેમાં પાટણમાં A-1 માં 00 અને A -2 માં કુલ 19 વિધાર્થીઓ આવ્યા છે. શ્રી બી. ડી. સાવૅજનિક વિધાલય માં અભ્યાસ કરતી ખેડૂત પુત્રી અને ગામડે થી અભ્યાસ માટે દ્રારકેશ ગોપાલક કન્યા છાત્રાલય માં રહી ને અભ્યાસ કરતી વિધાથીની આશા પરબતભાઇ રબારી એ A-2 ગ્રેડ પ્રાપ્ત કરી શાળા પરિવાર અને દ્વારકેશ ગોપાલક કન્યા છાત્રાલય પાટણ ને ગૌરવ અપાવ્યું છે.
રબારી આશા પરબતભાઇ 99.26 પીઆર સાથે A-2,
પટેલ હેલી કમલેશ ભાઇ 98.35 B-1,
દેસાઈ હેમીલ ચેતનભાઈ 96.41 B-1,
રબારી મિલન ગલાલ ભાઇ 95.36 B-1,
ઠાકોર રોહિત વિષ્ણુભાઈ93.99,
મોદી જય નિલેશકુમાર 93.66,
રંજ્યા મિત્તલ કરસનભાઇ 93.24,
દેસાઈ સાહીલ ભરતભાઇ 91.27,
ઠાકોર નિકુલ જ્યંતિભાઈ 90.58,
રબારી ક્રિષ્ના ભુરાભાઇ 90.00
સાથે ટોપ ટેન વિદ્યાર્થીઓએ શાળાને ગૌરવ આપવ્યું છે. શાળાના આચાર્ય ડૉ બી. આર.દેસાઈ એ જણાવ્યું હતું કે વિધાલય નું ધો. 12 વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ ઝળહળતું મેળવનાર વિધાર્થીઓને અભિનંદન તેમજ કોરોના સમયમાં માસ પ્રમોશન ના ધોરણ 10 પરીક્ષા નથી તેવા વિધાર્થીઓએ પ્રથમ વખત બોર્ડ પરીક્ષા આપી અને સાયન્સના વિષય સફળતા પ્રાપ્ત કરેલ છે જે ખરેખર અભિનંદન ને પાત્ર હોવાનું જણાવ્યું હતું.